________________
૨૯૩.
પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ આ. વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્ર ગણિ, પં, મલયકીર્તિ ગણિ, ૫૦ અજિતપ્રભ ગણિ, પં. દેવકુમાર ગણિ, મુનિનેમિકુમાર વગેરેના ઉપદેશથી મે સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યો હતો અને જેનેએ તેમાં વિવિધ પ્રકારના આગમગ્રંથ તથા પ્રાકૃત-સંસ્કૃત ભાષાના ગ્રંથ લખાવીને મૂક્યા હતા.
સં. ૧૨૯૨ ના વૈશાખ સુદિ ૧૩ ના રોજ વિજાપુરના શ્રીસંઘમાં શા ધનપાલ પુત્ર શા રતનપાલ, ઠ, ગજપાલ, તેનો પુત્ર ઠ૦ વિજયપાલ, શેઠ દેલ્હા સુત શેઠ બિહણ મહં૦ જિનપાલ, મહં. વિકલ પુત્ર, ઠ૦ આસપાલ, શેઠ સોલ્હા, ઠ, સહજા, તેને પુત્ર ઠ૦ અરિ સિંહ, શા. રાહડ પુત્ર શા. લાહડ વગેરે આગેવાન જેને હતા. અને (૧) પરમશ્રાવક શા. રતનપાલ, (૨) પરમશ્રાવક શા. વિલ્હણ, (૩) સાધર્મિક વાત્સલ્યમાં તત્પર ઠ૦ આસપાલ, તથા () આગમ અને ઈતર ગ્રંથોની સારસંભાળ લેવામાં નિષ્ણુત શા. લાહણ વગેરે આ ગ્રંથભંડારેના વહીવટદાર હતા.
તેઓએ પણ વિવિધ આગમે, ટીકાઓ, પ્રકરણ અને ચરિત્રે વગેરે લખાવ્યાં હતાં. વિજાપુર પરિચય– વિસં. ૯ર૭ માં “વિજાપુર વસ્યું.
(-કવિ બહાદૂર પં. દીપવિજયજીને સુધર્માગ૭પટ્ટાવલી રાસ)
પાટણના રાજા રત્નાદિત્ય ચાવડાએ અહીં ‘કુંડ કરાવ્યો હતો તથા ગૂજરેશ્વર કુમારપાલે અહી “કિલ્લે બંધાવ્યું હતું.
મહામાત્ય વસ્તુપાલે “ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલય જીર્ણોદ્ધાર કરાવ્યું હતું.
બીજો ઉલ્લેખ મળે છે કે, સં૦ ૧૨૫૬માં વિજલદેવ પરમારે વિજાપુર વસાવ્યું. (સંભવ છે કે તે મારવાડ ગેલવાડનું વિજાપુર હોય) - ચંદ્રસિંહ પિરવાડના વંશના શેઠ પેથડે વિજા નામના ક્ષત્રિય સાથે જઈ વિજાપુર વસાવ્યું. ત્યાં જિનાલય બનાવી, તેમાં સં. ૧૩૭૮માં સોનાની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
(–પ્રક. ૪૫ ચંદ્રસિંહ પરવાડને વંશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org