________________
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસિરિ
૨૯૭ કુળ બન્યાં હતાં, એ સમયે ખડાયતા જેને નિવૃતિકુળમાં દાખલ થયા હશે. (નિવૃર્તિકુલમાટે જૂઓ–પ્રક. ૧૪, પૃ. ૩૦૫)
જેને પૂર્વ ભારતમાંથી “હજરત” કરી મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતમાં આવ્યા. મેવાડ, રાજપૂતાના, લાટ અને સૌરાષ્ટ્રમાં આવી વસ્યા, તેઓ પૂર્વ ભારતનાં તીર્થોની અને મોટા શહેરોની જિનપ્રતિમા એને પિતાની સાથે લઈ આવ્યા, તેમની સાથેની જિનપ્રતિમાઓને તેનાં મૂળ તીર્થોનાં નામ સાથે સુમેળ ખાય, તેવાં નગરે કે તીર્થો વસાવી, તે તે સ્થળે સ્થાપના કરી. આ રીતે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં તે તે નામનાં ઘણાં સ્થાપના તીર્થો અસ્તિત્વમાં આવ્યાં. (સ્થાપનાતીર્થ માટે જૂઓ પ્રક. ૨, પૃ૦૪૪–પ્રક. ૩૨, પૃ. ૫૦૨ થી ૫૦૪; પ્રક. ૩૭, પૃ. ૩૦૨, પ્રક. ૪૨, પૃ૦ ૭૪૩, પ્રક. ૫૩)
સંભવ છે કે, કેટવર્ષનગરના કે કટિક ગચ્છની ભૂમિ ઉદયગિરિના કે નિવૃતિકુલના જેનેએ સાબરમતી કે હાથમતી નદીના કિનારે વિદ્યાપુર કે ખડાયતા નગર વસાવી, કેટયર્ક તીર્થ બનાવી, તે સ્થળે પિતાની સાથે લાવેલી જિનપ્રતિમાઓને સ્થાપના કરી હોય.
આ સમયે મધ્ય ભારતમાં તથા પશ્ચિમ ભારતમાં શત્રુંજય, ગિરનાર, સાંચી કે સાચેર, ખંભાત, ભરૂચ અને મુહરિ (ટીટેઈ) એ જૈન તીર્થો વિદ્યમાન હતા.
સંભવ છે કે આ અરસામાં જ “જગચિંતામણિનામનું” ચૈિત્યવંદન” બન્યું હોય, તેમજ વલ્લભીભંગ થતાં ત્યાંની પ્રતિમાઓ કેટામાં લાવી રાખી હોય.
આ ખડાયતા નગરનાં જિનાલયે કેઈ અકસ્માતથી નાશ પામ્યાં. ત્યાંની જિનપ્રતિમાઓ જમીનમાં દટાઈ ગઈ. સં. ૧૯૯૫ માં “મહુડી પાસેના જૂના કેટયર્કના મંદિર પાસેથી જમીનમાંથી પરિકરવાળી ચાર જિનપ્રતિમાઓ નીકળી હતી. આમાંની એક જિનપ્રતિમા કેટયર્કના જૂના મંદિરમાં અને ત્રણ જિનપ્રતિમાઓ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. આ ચારે જિનપ્રતિમાઓ ગુપ્તસમયની છે.
(-૦ ૧૪, પૃ. ૩૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org