________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ ગચંદ્રસૂરિ ૨૪૭ ઠા કાંધાજી ભદ્રિક હતો. તેણે વિચિત્ર સ્વભાવના દિવાનની શિખવણીથી પૈસે ભેગા કરવા માટે એક ભૂલ કરી. કે તેણે શત્રુંજયનું રખેવું આરબને ત્યાં ગીરે મૂકયું. આથી પાલીતાણા રાજ્યમાં રાજ–ઘેર, બ્રાહ્મણ, રજપૂત, વ્યાપારી, બારેટ વગેરે તથા જાત્રા એમાં ત્રાસ વધ્ય.
સને ૧૮૨૦માં કાઠિયાવાડમાં રાજ્યની બાબતે પ્રથમ પિલિટીકલ એજન્ટ કપ્તાન બારનવેલ (સને ૧૮૨૦ થી ૧૮૨૬) નિમાયે, ત્યારે દફતરમાં પાલીતાણુની સ્વતંત્ર રાજ્ય તરીકે નોંધ થઈ ન હતી, કેમકે રાજ્ય નગરશેઠના હાથમાં હતું. નગરશેઠ હેમાભાઈ વખતચંદ અને શેઠ મેતિશાહ મુંબઈવાળાએ સને ૧૮૨૦માં મુંબઈ સરકારને અરજી કરી કે, “આરબે શત્રુંજય તીર્થની આશાતના કરે છે તે દૂર કરાવે.” - શેઠે મુંબઈના ગવર્નર પ્રેસિડન્ટ ઈન કાઉન્સીલ ટુઅર્ટ એલ. હિસ્ટનને સને ૧૮૨૦માં અરજી કરી કે અમે પાલીતાણા રાજ્ય રે રાખ્યું છે. ઠાકરને તે પાછું અપાવી અમને તેની મૂળ રકમ અપાવે. પેટ એર બારવેલે હુકમ કર્યો કે, “આરબોને ડુંગર ઉપરથી ઉતારવા, ન ઊતરે તો લેફટનેન્ટ સ્ટીકનના તાબાનું લશ્કર મોકલી તેઓને ઉતારવા.”
ઠા. કાંધાજીએ આરબોને નીચે ઉતાર્યા, અને રખેપાની બાબતમાં નવી દખલ ઊભી કરી.
ઠાકરે રખેપાની રકમ વધારવા માગણી કરી સરકારે માર્ગ કાઢયો કે “શેઠ ગાયકવાડ સરકારને અરજી કરી તેની પાસેથી પાલીતાણાની ખંડણ ભરવાની રકમમાંથી રૂા. ૪૦૦૦)ની રકમ ઓછી કરાવે. તો આ તકરાર હંમેશને માટે શમી જાય; પણ તેમ થયું નહીં.
આથી મિ. બારનવેલે સને ૧૮૨૫માં રખેપાની રકમમાં વધારે કર્યો. તે રકમ ઠાકર, ભાટ, અને રાજગાર એમ ત્રણ ભાગીદારેએ વહેંચી લેવાની હતી. જેનેએ “હવે પછી રખેપાની રકમ વધારવાનો પ્રશ્ન ન ઉઠે અને જાત્રાળુની રક્ષા થાય ” એમ કાયમી નીતિ માની આ વ્યવસ્થા સ્વીકારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org