________________
૨૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
ગુરુદેવની કૃપાથી જૈન સંઘના કામમાં પાલીતાણા રાજ્ય તરફની આ પહેલ વહેલી સહાનુભૂતિ લેખાય છે.
બહાદુરસીગળ સને ૧૯૧૯ ના નવેમ્બર મહિનામાં પાલીતાણાની ગાદીએ બેઠા. - પાલીતાણાના નરેશ રપાકરારને ચાલીશ વર્ષ થઈ જવાથી તા. ૧૩–૪–૧૦૬ થી રખેપાની રકમનો પ્રશ્ન ઉઠાવવાના હતા. આથી ભારતના શ્રી જૈન સંઘે સં. ૧૯૮૨ ના પિષ સુદ ૧-૨-૩ ને રોજ અમદાવાદમાં એકત્ર મળી (૧) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની દેરવ મુજબ ૨૧ વર્ષના યુવાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને શેઠ આ૦ કઇ પઢીના પ્રમુખ પદે નીમ્યા. અને
(૨) શત્રુંજય તીર્થના યાત્રા બાબત ઘણા વિચારોના પરિણામે જાહેર જૈન જનતાની જે ભાવના હોય તે મુજબ આગળનું પગલું લેવા નક્કી કર્યું હતું” “પરંતુ ગામે ગામના જૈન સંઘમાં રપા કર હતો તે જ યાત્રાવેરો બન્યા છે. તેને બંધ કરે” એવી ભાવના જોરદાર બની. અને ભારતના જૈન સંઘે એક અવાજે તુરત માટે શત્રુંજયની યાત્રા બંધ કરવા નકકી કર્યું. આ યાત્રા જે દિવસથી બંધ થઈ તે દિવસે મુંબઈ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ગુજરાતી અખબારેએ પોતાના પ્રતિનિધિઓને પાલીતાણા મોકલી પુરી તપાસ કરાવી, પિતાના છાપામાં તે યાત્રાના કરેના દળે રજુ કરી, હૃદય દ્રાવક સમાચાર રૂપે વર્ણન આપ્યું હતું.
૧. અમેએ સં. ૧૯૮૧-૮૨માં વઢવાણ કેમ્પથી અમદાવાદ શેઠ આ૦ ક. પેઢીને આ બાબતના લગભગ ૧૮ પત્ર લખ્યા હતા.
અમારી પાસે પણ સં. ૧૯૯૧ના ભા. વ. ૮ ગુરુવાર, આ સુદ ૭ ગુવાર, તથા આ. વ. ૧૧ ભમવાર તેમજ સં. ૧૯૮૨ કા. સુ. પ, કા. સુ. ૧૧, અને માગસર સુ. ૩ ગુરુવારના પત્રેની કાચી નકલે છે. બીજા પત્ર અમદાવાદમાં છે. આ૦ કપેઢીના દતરમાં સુરક્ષિત હશે.
તથા શેઠ આક. પેઢીએ અમોને અમારા તમામ પત્રોની તા. ૧૫-૧૦૧૯૨૫ તથા તા. ૨૦-૯-૧૯૨૫ (સં. ૧૯૮૧ આ. વ. ૧૩) વગેરે દિવસોએ પહોંચે આપી હતી, તેમજ તા. ૨૦-૯-૧૮૫રનું મેરિયમ પણ કહ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org