________________
२६८
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ગૂજારો ચલાવવા માટે બનાવ્યા નથી.” આજે કોંગ્રેસના લોકશાહી શાસનમાં મહારાજા રાજા જમીનદારે જાગીરદારે શેઠે કે સામુદાયિક લાગા વગેરે કંઈ રહ્યું નથી. અને લોકશાહી તંત્રે શત્રુંજય તીર્થનો રખપાકર પણ માફ કર્યો છે. (પ્રક. ૪૪, પૃ. ૨૭૫, ૨૭૬) તે હવે બારેટોની બાબતમાં પણ આવું સ્વતંત્ર વલણ રાખી, તેઓની સાથે આ વિચિત્ર સંબંધ હટાવી દેવું જોઈએ. અને જૈન સંઘે સદાને માટે સ્વાશ્રયી બની રહેવું જોઈએ.
ઠાકર માનસિંહ ભયંકર વ્યાધિ ભગવ્યા પછી તા. ૨૮-૮-૧૯૦૫ માં મરણ પામ્યા.
સને ૧૯૦૬-૧૯૦૭–કચ્છમાંથી શાઇ દેવશી પુનશીને યાત્રા સંઘ પાલીતાણું આવ્યું, ત્યારે રાજ્ય તેમને સમજાવી આ૦ ક. ની પેઢી વિરુદ્ધ તૈયાર કર્યા, ભદ્રિક સંઘે રાજ્યની અનુકુળતાની પ્રશંસા કરી અને રાજ્યને માનપાત્ર આપ્યું, અને રાજ્યને રૂા. ૨૦૦-૩૦૦) ભેટ
આવ્યા.
આ૦ ક. ની પેઢીને વંડાની એક બારી શહેરમાં ભીડ ભંજન મહાદેવની જગામાં પડતી હતી. રાજ્ય “અહીં રાણીઓ દર્શન કરવા આવે છે” એવું બહાનું બતાવી પિતાની સત્તા વાપરી તે બારી બંધ કરી, અને તેની મજૂરીને ખરચ આ૦ ક. ની પેઢીને સગરામ વેચી વસૂલ કર્યો.
ર૮–ઠાબહાદુરસિંહજી–ઠામાનસિંહજી સં. ૧૯૬૨ (સને ૧૯૦૫) માં મરણ પામ્યા, ત્યારે નરેશ બહાદુરસિંહની ઉંમર છ વર્ષની હતી. તે સગીર વયના હોવાથી એજન્સીએ પાલીતાણામાં રાજ્ય ચલાવવા માટે પિતાના એજટે મેકલ્યા.
(૧) એડમિનિસ્ટ્રેટર ટયૂડર ઓવન–તે રાજ્ય ચલાવવામાં વ્યવહારદક્ષ હતો.
(૨) એમિનિસ્ટ્રેટર મેજર એચ. એસ. સ્ટ્રોંગ તે સીધે સાદે, સમજદાર અને લોકપ્રિય અંગ્રેજ અમલદાર હતે.
લેકે આ એજટ વિશે એમ કહેતા કે, સેનગઢમાં જે આસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org