________________
૨૮ ૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સ્વભાવ–આ. દેવેન્દ્રસૂરિ શાંત સ્વભાવી, ક્રિયાપ્રવર્તક, સંવેગી વિદ્વાન, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની તથા ચારિત્રનિષ્ઠ, શાંત ઉપદેશક, મેટાગ્રંથકાર. અને શાસનપ્રભાવક હતા. આ જગચ્ચદ્રસૂરિએ કિદ્ધાર કર્યો ત્યારે “આ૦ દેવેન્દ્રસૂરિ અને પં. દેવભદ્રગણિ તેમના સહયેગી હતા.” (પ્રક. ૪૪ પૃ. ૫) સંભવ છે કે, આ દેવેન્દ્રસૂરિને સં૦ ૧૨૮૫માં આચાર્યપદ મળ્યું હોય. તેમના શાંત રસવાળા વાત્સલ્યભર્યા મીઠા ઉપદેશથી જ અંચલગચ્છના ૪૪મા આ૦ મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૩૦૭ લગભગમાં થરાદમાં કિદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. (પ્રક. ૪૦ પૃ૦ પ૨૨)
મેવાડને રાણે જૈવસિંહ, રણે તેજસિંહ રાણી જયતલાદેવી રાણે સમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણીજયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. (-પ્રક. ૪૪, પૃ. ૨૯ થી ૩૩) રાણા તેજસિહે પણ મેવાડમાં અમારિપાલન કરાવ્યું હતું. આચાર્ય દેવેન્દ્રસૂરિવરે ગુરૂદેવની સાથે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે યાત્રાઓ કરી હતી. (પૃ. ૩૩)
આ દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્ર, ઉપાટ દેવભદ્ર સં૦ ૧૩૦૧ના ફાગણ વદિ ૧૩ ને શનિવારે પાલનપુર પધાર્યા. ત્યાં વરહુડિયા આસદેવે પારસૂત્રવૃત્તિ ગ્રં૦ ૧૧૨૮ લખાવી. આ દેવેંદ્રસૂરિએ સં. ૧૩૦૨મા વીજાપુર (ઉજજૈન)માં વહુડિયા કુટુંબના વરહડિયા વિરધવલ તથા ભીમદેવને દીક્ષા આપી, તેઓનાં નામ મુનિ વિદ્યાનંદ, તથા મુનિ ધર્મ કીતિ રાખ્યાં. સં. ૧૩૦૪માં તે બંનેને ગણિપદ આપ્યું.
(પ્રક૪૪, પૃ૦ ૧૧) મહુવા-ગ્રંથભંડાર
આ દેવેન્દ્રસૂરિ તથા આ. વિજયચંદ્રસૂરિના ઉપદેશથી મહવાના સંઘે સં. ૧૩૦૬માં સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યા. તેઓ ત્યારબાદ સં ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આ૦ મહેંદ્રસૂરિ મન્યા. ત્યાર બાદ આ દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે ગુજરાતમાં પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org