________________
૨૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કારણે સં૦ ૧૩૧૯ માં ખંભાતમાં જ તપાગચ્છની મૂળ શાખાથી બીજી જૂદી શાખા વડીષાળના નામથી અસ્તિત્વમાં આવી, (પ્રક. ૪૪. પૃ૦ ૧૩) આ સમયે મૂળ શાખાનું બીજું નામ તપાગચ્છ લઘુષાળ, લહુડીષાળ-લેઢી પિન્કાળ પડ્યું.
આ દેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં સંવેગ, ત્યાગના અમેઘ રસવાળે શાંતરસને પ્રવાહ વહેતું હતું. તેઓ ખંભાતના ચોકમાં રહેલા “કુમારપાલ વિહારના ઉપાશ્રયમાં” ધર્મોપદેશ દેતા હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને વંદન કરવા આવ્યા. ત્યારે આચાર્ય મહારાજે ચાર વેદ ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં જેન અને જેનેતર દર્શન સંબંધી સિદ્ધાંતનું તલસ્પર્શી નિરૂપણ કર્યું. મહામાત્ય વસ્તુપાલે વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને “મુહપત્તિની પ્રભાવના” કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી.
(—ગુર્નાવલી-શ્લેક ૧૧૪) પટ્ટધર–આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરતા પાલનપુર પધાયા. આચાર્ય મહારાજે અહીં સંઘની વિનંતિથી સં. ૧૩૨૨ માં પાલનપુરમાં પલવિયા પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપાય વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પં. ધર્મકીતિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે મંદિરના મંડપમાં કેસરની દૈવી વૃષ્ટિ થઈ. લેકમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયે.
આચાર્યશ્રીએ આ૦ વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી. અને પિતે સં૦ ૧૩૨૪ માં વિહાર કરતા કરતા ફરીવાર માળવા પધાર્યા. સંભવ છે કે, તેમણે ઉપાડ ધર્મનીતિને માળવાના વિહારમાં પિતાની સાથે રાખ્યા હોય.
સ્વર્ગ–આ. દેવેન્દ્રસૂરિ સં૦ ૧૩ર૭માં માળવામાં (અગર મારવાડના સારમાં) કાળધર્મ પામ્યા.
આ સમાચાર મળતાં ભારતના જેન સંઘમાં ભારે ગમગીની ફેલાઈ ખંભાતના સં. ભીમદેવે “તે દિવસથી અન્ન લેવાને ત્યાગ કર્યો. સં૦ ભીમદેવે ૧૨ વર્ષ સુધી અનાજ ખાધું નહીં,” સાથેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org