________________
૨૭૧
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
ભારત જૈન સંઘે આ રીતે સં. ૧૯૮૨માં શત્રુંજય તીર્થની યાત્રા બંધ રાખી હતી. અમારામાંથી મુનિ શ્રી ન્યાયવિજયજીએ આ પ્રસંગે જૈન સંઘ અને પાલીતાણા ઠાકરની જુની મૈત્રી, તથા વિરોધના પ્રસંગેની બાબત જુદા જુદા છાપાઓમાં વિવિધ લેખો આપી ઘણી છણાવટ કરી હતી. જેમાંથી જૈન અજૈન જનતાને ઘણે ઇતિહાસ જાણવા મલ્યા. હતું. જે ઇતિહાસના મુદ્દાઓ ઉપર આવી ગયા છે.
તા. ૨૬-૫-૧૯૨૮ ના રોજ સીમલામાં વાયસરોય ઈરવીનની દખલગીરિમાં દરબાર બહાદુરસિંહજી કે. સી. આઈ અને જૈન સંઘના આગેવાને આ૦ કની પેઢી વગેરેએ આપસમાં મળીને શત્રુંજય તીર્થની સમસ્ત બાબતમાં અત્યાર સુધીના પ્રશ્નના ઉકેલ રૂપે કરેલા સમાધાનના કરારો આ પ્રમાણે છે.
અમે અહીં વરશાસનમાં પ્રકાશિત થયેલ કરારની અક્ષરશઃ નકલ આપીએ છીએ. શ્રી શત્રુંજયના એગ્રીમેન્ટના (સમાધાન) કરો.
તા. ૨૬-૫-૧૯૨૮–સીમલા પાલીતાણ દરબારની વતી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ અને હીંદુસ્તાનની મૂર્તિપૂજક જૈનવેતાંબર સમુદાયની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વચ્ચે થએલા કરારનું લખાણ બહાર પડયું છે. તે કરારની નીચે મુજબ કલમ છે.
૧. શ્રી શત્રુંજય પર્વત સને ૧૮૭૦ ની ૧૬ મી માર્ચના ઠરાવ નં. ૧૬૪૧ માં નકકી કરવામાં આવેલા જેનેના હક અને તેમાં બાંધેલી હદો અંદર પાલીતાણુ દરબારના રાજ્યમાં છે અને તેને એક ભાગ છે.
૨. ધામિક ઉપગ સારૂ તથા તેવા જ બીજા કામ સારૂ ગઢની અંદર આવેલી બધી જમીન, ઝાડ, મકાન અને બાંધકામને ઉપ
ગ અને વહીવટ-ફક્ત પિોલીસના કામ સીવાય પાલીતાણાના દરબારની કોઈ પણ જાતની હકુમત અને દખલગીરી સીવાય જેને કરવાને હકદાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org