________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫૧ (૪) ઠાકર જેનેની પૂરેપૂરી રક્ષા કરે. (કલમ ૯મી) (૫) જૈન ઠાકરને દરસાલ રૂા. ૧૦,૦૦૦ની રકમ આપે. (ક. ૧૪)
(૬) સર કીટીંજે ઠાકરના કહેવાથી શેઠ હેમાભાઈ ઉપર દબાણ કરી જૈન સંઘના એજન્ટ તરીકે સને ૧૯૬૧ થી દાખલ થયેલા નિમકહલાલ દલસુખરાયને ઠાકરની ભાવના મુજબ છૂટ કરાવ્યું, અને સરકારના વિશ્વાસપાત્ર ગોપીનાથને દાખલ કરાવ્યું. એ પછી ઠાકરની સતાવણી ચાલુ રહી. એ પછી તે એજન્સીએ પાલીતાણામાં એજન્સીનું થાણું ગોઠવ્યું, જેમાં ત્રિકમરાય ગુલાબરાયને થાણેદાર તરીકે ગોઠવ્યા.
પછીના પિ૦ એજન્ટ કર્નલ એસ. સી. એ પણ સને ૧૮૭૦ માં ઠાકોરને આ બાબત ચેતવણી આપી. તે પછી કા. પિ. એજન્ટ તરીકે જે. બી. પીલે (તા. ૨૯–૧–૧૮૭૩ થી તા. ૨૮-૫-૧૮૭૮) આવ્યા. " સને ૧૮૭૨માં પાલીતાણામાં ઈડરના યાત્રાસંઘના ચેકીદરેએ ઈડરના સઘને લૂંટ્યો. રાજેયે વળતર આપવામાંથી છટકી જવા માટે સરકારને જાહેર કર્યું કે, આ ચોરીમાં શેઠ પ્રેમાભાઈને હાથ છે.
જે. બી. પીલે આનો કેસ ચલાવ્યો. સને ૧૮૭૫માં પૂનાના શેસનોર્ટના જજજ અને મુંબઈ હાઈકોર્ટના રજિસ્ટરનું કમીશન નિમાયું. કમીશને જાહેર કર્યું કે- (૧) પાલીતાણાના અમલદારોએ આ બાબતના કાગળમાં ગરબડ કરી છે.
(૨) ઠાકોરે શેઠ ઉપર જે આક્ષેપ કર્યો છે, તેની તેઓ દિલગીરી જાહેર કરે.
(૩) રાજ્ય સંઘને ચારીના વળતરના રૂા. ૪૫૦) આપે.
(૪) રાજ્યના અમલદારે વજનદાર નથી, તે હવે પછી રાજ્ય પિતાના સર ન્યાયાધીશ, ન્યાયાધીશ, અને પોલિસ અમલદારે એજન્સીની મંજૂરીવાળા રાખે, આમ થવાથી રાજ્ય તે સૌના સ્થાને નવા નીમ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org