________________
ચુંમાલીસમું ] તપાવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૨૫૭ યોગ્ય ગીતાર્થ યતિવસેને રાખતા હતા, અને તેમની દેરવણી પ્રમાણે તીર્થને વહીવટ ચાલતું હતું. આ માટે ત્યાં તપગચ્છનું કારખાનું પણ સ્થપાયું હતું, તેના ઉલેખે આ પ્રમાણે મળે છે
(૧) ગારિયાધારના ઠાઠ કાંધાજી ગેહેલ વગેરેએ સં૦૧૭૦૭ કા૦૧૦ ૧૩ મવારથી શત્રુંજય તીર્થ અને યાત્રિકોની રક્ષા માટેની જવાબદારી રાખી, પા કરાર લખી આપ્યું. તેમાં તેઓ શેઠ શાન્તિદાસ સહસકરણ, શાહ રતના સૂરા અને તપગચ્છના કારખાનાનું નામ લખે છે. તે સ્પષ્ટ છે કે-સં. ૧૭૦૭માં ત્યાં તપગચ્છની પેઢી હતી.
(પ્ર૪૪, ૧૫૬ થી ૧૬૦, પૃ. ૨૨૪, ૨૩૭) (૨) મહેવિનયવિજય ગણિવરે સં૦ ૧૭૧૦ જેસુ. ૧૦ ગુરુવારે શત્રુંજય તીર્થની મેટી ટૂંકમાં શેઠ રાયસિંહ કુહાડા (એસવાળ) મેડતાવાળાના સહસ્ત્રકૂટની પ્રતિષ્ઠા કરી. ત્યારે ત્યાં શત્રુંજયના કાર્યકર તરીકે પં. શાતિવિજયજી ગણિવર, (૨) પં. દેવવિજય ગણિવર અને (૩) પં. મેરુવિજયજી ગણિવર વગેરે હતા. (શ્રી જિનવિજયજીની પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૨ જે, લેખ નં. ૩૦,૩૧)
(ઈતિપ્ર. ૫૮ મહોવિનયવિજયજી) આથી સ્પષ્ટ છે કેશગુંજય તીર્થના વહીવટ માટે ત્યાં તપગચ્છના ગીતાર્થ યતિરે રહેતા હતા. અને તપગચ્છનું કારખાનું હતું.
સંભવ છે કે–જેન સંઘે ત્યારબાદ ઈજારાના કાળમાં સં. ૧૮૩૭થી આ કારખાનાનું બીજું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પણ રાખ્યું હોય, કેમકે જૈન સંઘ અને પાલીતાણારાજ્યના અદાલતી મામલામાં પણ આવકનું નામ મળે છે. તેથી જ રાધનપુરના મસાલીઆ કુટુંબના જેનેએ ઘણા વર્ષો સુધી અહીંને વહીવટ કર્યો હતો.
આપણને ઉલ્લેખ મળે છે કે-સાધારણ રીતે પહેલેથી જ ત્યાં આ કપેઢીને નામથી કામ ચાલતું હતું, છતાં ભારતના સંઘે સં. ૧૯૩૬માં મળી આ૦ કપેઢીના નામે થયેલા જુના-નવાં સૌ કામને સમ્મતિ આપી, તેમજ ફરીવાર આ૦ ક. પેઢીની સર્વ સમ્મત સ્વતંત્ર સ્થાપના કરી હતી, જેને સળંગ ઈતિહાસ આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org