________________
૨૪૫
ચુંમાલીસમું ] તપાવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ બંને ગાઢ મિત્રો હતા. ઠાકર તેમને બહુ માનતો હતો. છેવટે ઠા. ઉન્નડજીએ વિ. સં. ૧૮૩૬ થી ૧૮૪૨ સુધીમાં ગોંડલના ઠા શુભાજીને વચ્ચે જામીન રાખી, પિતાનાં પાલીતાણ વગેરે ગામે નગરશેઠ વખતચંદ ખુશાલચંદને ત્યાં ઈજારે મૂકી મેટી રકમ ઉપાડી, કરજ ચૂકવ્યું.
ઈજારે–આમાં એવી વ્યવસ્થા હતી કે શેઠ મૂળ ગરાસિયાના હક ભેગ, શેઠ પિતાના નેક કામદારે રાખી પાલીતાણા વગેરેની આવક લે, અને ઠાકોરને ખરચ માટે દરસાલ ૪૭૦૦૦ રૂપિયા આપે. ઠાકોર કે તેના વંશજો ઉપાડેલી મૂળ રકમ પાછી ન વાળે, ત્યાં સુધી આ પ્રમાણે થયા કરે. આ ઈજારે સને ૧૮૪૩ સુધી ચાલુ રહ્યો હતો.'
નગરશેઠના કામદારે પાલીતાણામાં રહીને બધી વ્યવસ્થા કરતા હતા. કામદારે નેક હતા. તે સમયે પાલીતાણાની પ્રજાએ પણ આબાદ રહીને વ્યાજબી રીતે વ્યવહાર ચલાવ્યું હતું.
જેનેએ આ ઈજારાના ગાળામાં શત્રુંજયતીર્થમાં નવી નવી ટૂંકે બનાવી, તથા શહેરમાં રાજ્યને વેરે ન ભરનાર બ્રાહ્મણ, બાવાઓ વગેરેની જમીન પાકા દસ્તાવેજો કરી વેચાતી ખરીદી લીધી અને તેમાં ધર્મશાળાઓ બનાવી.
૧. શત્રુંજય ઉપર હાથીપોળના દરવાજા ઉપર આ પ્રમાણે લેખ છે તે છ બુલહરના “એપિગ્રાફિ ઈંડિકા' ભા. ૨, પ્ર૬ માં નં૦ પર નો શિલાલેખ છે.
૧. “સંવત ૧૮૩૭ના વર્ષે ચૈત્ર સુદિ ૧૫ દિને સંધ સમસ્ત મળી કરીને લખાયું છે જે હાથીપોળના ચેક મથે કોઈ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત દેરાસર જે કઈ કરાવે તે તીર્થ તથા સમસ્ત સંઘને ખુની છે, સમસ્ત સંધ દેશાવરના ભેલા મળીને એ રીતે લખાવ્યું છે, તે ચેક મળે આંબલી તથા પીપળાની સાહમાં દક્ષિણ તથા ઉત્તર દિશે તથા પૂર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંધને ગુનો છે, સહી છે.
– સં. ૧૮૩૭ ના વર્ષે ચૈત્ર સુદિ ૧૫ દિને.
(—શ્રી જિનવિજ્યજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨.) પૃ૦ ૩૩૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org