________________
૨૪૮
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ઠાકરે પણ આફત-ફિત્ર આસમાની સુલતાની મજરે આપવાનીવળતર પાછું આપવાની કબૂલાત કરી પાકી રખોપાચેકીને આ કરાર કર્યો હતે.
વિ. સં. ૧૮૭૯ મહા સુદિ ૨ તા. ૯-૧૨-૧૮૨૧ થી ૪૧ વર્ષો સુધી આ નવા કરાર પ્રમાણે વ્યવસ્થા બની રહી હતી.
ઠાકાંધાજીના રાજકાળમાં જેનેએ શત્રુંજય ઉપર નગરશેઠ શાંતિદાસે બનાવેલા શત્રુંજય તીર્થ ઉપરના કિલાને જીર્ણોદ્ધાર કરાવ્યું તેમજ ઘણી નવી ટૂંક બનાવી. આ ઠાકર રાજ્યને કરજમાંથી છોડાવી શકે નહીં. તે ૫ વર્ષની ઉંમરે વિ. સં. ૧૮૬ (સને ૧૮૪૦)માં મરણ પામ્યા.
૨૪ ઠાર નોંઘણુજી ચે –તે બહુ સાદો, ઠરેલ અને પાકી ઉંમરને હતે આથી તેને યુવરાજ પ્રતાપસિંહ તેનું રાજ્ય ચલાવતે હતો. યુવરાજે સં. ૧૮૯૮ (સને ૧૮૪૨)માં રાજ્યને ઈજારે બંધ કર્યો. ત્યારે નગરશેઠ તરફથી પાલીતાણાને વહીવટ શેઠ મતિ કડિયા કરતે હતો.
યુવરાજ પ્રતાપસિંહજીએ બજારની વચ્ચે માંડવી પાસે પિતાના તોફાની ઘોડાને તલવારથી કાપી નાખે, અને માટે અવાજે બે કે, “મોતિયા કામદારની પણ આ જ દશા થશે.” મેતિ કડિયે આ વાત સાંભળી, ત્યાંથી નીકળીને સીધે અમદાવાદ જાતે રહ્યો. અને ત્યારથી ઈજારે બંધ થયો.
૨૫. ઠા, પ્રતાપસિંહજી–તેણે આશરે સં. ૧૯૦૦ (સને ૧૮૪૪)માં રાજ્યની લગામ હાથમાં લીધી, અને તે વિ. સં. ૧૯૧૭ (સને ૧૮૬૦)માં મરણ પામે.
૨૬. ઠાર સુરસિંહજી–તે સને ૧૮૬૧માં ગાદીએ આવ્યું. તેણે રાજ્યની આવક વધારી જેને ઉપર રૂા. ૨ ને મુંડકાવે ઠરાવ્યું. આથી જેનેએ રાજકેટની કેર્ટમાં કેસ માંડે, તે જુસ્સાવાળે હતું. તેણે રાજ્યની રકમ વધારવા વિવિધ ઉપાયે જયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org