________________
ર
જૈન પરંપરાના તિહાસ—ભાગ જે
[ પ્રકરણ
ઉત્સવમાં નવા આચાર્યાં, ઉપાધ્યાએ અને પન્યાસ વગેરે પદ્મવીએ અપાવી. મત્રી ગઢરાજે સ૦ ૧૫૨૮માં અમદવાદમાં મેાટા ગ્રંથ ભંડાર સ્થાપન કર્યાં હતા. (-પ્રક॰ ૫૩) વડનગરના મલેક ગેાપી બ્રાહ્મણ હતા, તે ખા॰ મહમ્મદ બેગડાની મહેરબાનીથી માટે અધિકારી બન્યા હતા. કિવા ઉલમુલ્ક, રાજા સારંગદેવ પણ મહમ્મદ બેગડાના પ્રીતિપાત્ર હતા. શાહજાદો મુજરશાહ તે તેની મદદથી ગુજરાતના બાદશાહ અન્યા હતા. અને તે અનેએ ગુજરાતની રાયપુરા પેાતાના માથે ઉપાડી લીધી હતી. (–રાજા સારંગદેવા માટે જૂએ પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૨) મહમ્મદ બેગડા અમદાવાદમાં મરણ પામ્યા. તેની કબ્ર સરખેજમાં શેખ અહમદ ખાટુની દરગાહ પાસેના રાજામાં છે.
૭. મુજફ્ફર (બો)
રાજ્યકાળ—( સને ૧૫૧૧ થી ૧૫૨૩; વિ॰ સ૦ ૧૫૬૭થી ૧૫૮૩). તેનું બીજું નામ મદાર પણ મળે છે. તે ખા॰ દાઉદશાહના પુત્ર હતા. વિ॰ સ૦ ૧૫૬૮ના માગશર શુ િ ૪ ના રોજ અમદાવાઢની ગાદીએ બેઠા. તેણે ૧૫ વર્ષ, ૮ મહિના અને ૨૦ દિવસ રાજ્ય કર્યું. તે અમદાવાદમાં મરણ પામ્યા.
સત્તાના કેફ—
એ સમયે તપગચ્છના સ૦ હૅવિમલસૂરિ (સ૦ ૧૫૪૮ થી ૧૫૮૩) થયા. તેમણે સ૦ ૧૫૭૦સાં ઈડરમાં ઉપા॰ આણુ વિમલ ગણિને આચાય અને ૫૦ રત્નશેખર તથા ૫૦ માણેકસાગરને ઉપાધ્યાય બનાવ્યા. પછી તે સૌ ત્યાંથી વિહાર કરી ખાંભાત જતા હતા. ત્યારે રસ્તે આવતા કપડવંજમાં દેશી આણુજીએ તેમનું બાદશાહી સ્વાગત કરી કપડવંજમાં પધરાવ્યા.
બા॰ મુજફ્ફરે કોઈના ચડાવવાથી આ હકીકત સાંભળી તેમને ઇર્ષ્યા વૃત્તિથી પકડી લાવી કેદમાં પૂરવાના હુકમ કર્યાં. આચાર્ય શ્રીને ચૂણેલમાં બાદશાહના આ હુકમના સમાચાર મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org