________________
२30
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તા. ૧૫–૮–૧૯૪૭ના રોજ રાતે ક. ૨૪ને મિ૧ ના સમયે ભારત સ્વતંત્ર થયે. (પ્રક. ૪૪ પૃ૦ ૧૦)
તા. ૧-૫-૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને મહાગુજરાત એમ બે રાજ્યો સ્વતંત્ર થયાં.
વિ. સં. ૨૦૧૮ ના માગશર શુદિ ૧૧-(મૌન એકાદશી) તા. ૧૮-૧૨-૧૯૬૧ભારતીય શાકે ૧૮૮૩ના માગશર દિનાંકઃ ૨૭ ના રેજ શેવા સ્વતંત્ર જાહેર થયો. (પ્રક. ૪૪, પૃ. ૨૧૫)
સૌરાષ્ટ્રને ગેહલ રાજવંશ [નોંધ : આ વંશમાં આપેલા સંવતેમાં ફરક છે.)
રાણાજી ગેહેલ પછીના બે રાજાઓનાં નામ મળતાં નથી અમે રાજાઓના નંબર પણ બદલ્યા છે. ]
ગેહલ વંશને મૂળ પરિચય પહેલાં (પ્રક. ૨૭, પૃ. ૩૮૬માં) આવી ગયો છે. વિક્રમની બીજી સહસ્ત્રાબ્દી પછી એ વંશને ઈતિહાસ ટૂંકમાં નીચે મુજબ છે.
૧. મેહનદાસ ગેહેલ– તે મારવાડમાં લૂણી નદીના કાંઠે આવેલા ખેરગઢમાં ચંદ્રવંશી રાજા હતા. રાઠોડ રાજાએ તેને ઉપર ચડાઈ કરીને તેના ઝાંઝણ વગેરે પુત્રોને મારી નાખ્યા. એટલે મેહનદાસ ગેહેલ પોતાના પરિવાર સાથે ખેરગઢ છોડી, સૌરાષ્ટ્રમાં થાનગઢ પાસેના શાહપુર ગામમાં આવીને વસ્યા. તેણે જૂનાગઢના રા મેપાના પુત્ર ખેંગારને પિતાની પૌત્રી પરણાવી મિત્રી સંબંધ બાંધ્યું ” એ તેને ૧૨ ગામની સરહદનું રક્ષણકાર્ય સંપ્યું.
૨. ઝાંઝણુ-તે ખેરગઢમાં મરણ પામે.
૩. સેજકજીતે દાદા સાથે સૌરાષ્ટ્રમાં આવ્યો અને તેણે જૂનાગઢના રા'ની મહેરબાની મેળવી સને ૧૨૬૦ (વિ. સં. ૧૩૧૭)માં સેજકપુર વસાવ્યું અને ગહેલની ગાદી સ્થાપના કરી તેણે પોતાના ૩ પુત્રોને ૩ રાજ્ય વહેંચી આપ્યાં. તે સને ૧૨૯૦માં મરણ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org