________________
૨ ૩૨
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ જવાબથી ઓગળી ગયે, તેણે તરત જ સાવધાનીથી કામ લીધું, રાજા ગેહલે બહાદુર ગોહેલને સાથે લઈ યુદ્ધ માટે પ્રયાણની તૈયારી કરી. તેણે છેલ્લે જતાં રાણીવાસમાં જઈને પિતાની ૮ રાણીઓને મળી હિમ્મત આપતાં જણાવ્યું કે, “હું લડવા જાઉં છું. મુસલમાન સેનાને મારી હઠાવી, જલદી પાછો આવીશ. પણ એક વાત ધ્યાનમાં રાખજોકે, મારી સાથે મારે વિજયધ્વજ ફરકત રહેશે. જ્યાં સુધી તે ફરક્ત હોય ત્યાં સુધી રાણજી જીવતે છે એમ જાણવું. તે નમે ત્યારે રાણજી રામજીના ચરણમાં જઈને વસ્યા છે એમ માનજો.” રાણીઓએ રાણજીને હૃદયના પ્રેમથી વધાવ્યું. તેને ઉમળકાથી માંગલિક ચિહ્નોથી વધાવી વિદાય આપી. રાણજી ત્યાં જઈ અહમદશાહની સેનાને મારી, પાછી હઠાવી, વિજય મેળવીને પાછો વળે.
તેને વિજયધ્વજ બરાબર ફરકતો હતો. તે બધા એક ગામને પાદર વિશ્રામ લેવા રોકાયા ત્યાં સૌએ પાણી પીધું. વિજયધ્વજ ઝાલનાર માણસે પાણી પીવા માટે પોતાના બંને હાથને છૂટા કરવા વિજયધ્વજને પાસેના રસ્તામાં સુવાડી દીધું.” બસ.? આ કારણે રાણપુરના રાજમહેલમાં કેર વળી ગ આઠે રાણીઓએ જાણ્યું કે
વજ ફરકો નથી એટલે તેઓએ રાજમહેલ ઉપર ચડી, એક જરૂખામાંથી નદીમાં પડતું મૂક્યું, રાજમહેલ સૂન થઈ ગયે. રાણજી ગેહલે આવી હુંશભેર રાજમહેલમાં પ્રવેશ કર્યો, પણ ત્યાં તો “સ્મશાનની શાંતિ હતી. ગોહેલ સમજી ગયા અને ત્યાંથી શેકાતુર વદને પા છે વન્ય, આખા રાણપુરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું.
અહમદશાહને રાણપુરમાં કંઈક નવા-જૂની બન્યાની જાણ થતાં તે પાછો ફર્યો અને તેણે રાતેરાત રાણપુર ઉપર છાપે માર્યો રાજા ગોહેલ તથા સિનિક વગેરે સૌને પકડીને કેદ કરી લીધા.
અહમદશાહે હુકમ કર્યો કે, રાજમહેલમાંથી રણુઓને પકડી ઉઠાવી લાવે.” સૈનિકે તો દોડતા ગયા પણ તે બધા બેટા રૂપિયાની જેમ ત્યાંથી પાછા વળ્યા તેઓએ જણાવ્યું કે, “જનાબ! રાણીવાસમાં રાણું તે શું પણ એક છોકરી કે દાસી પણ નથી” અહમદ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org