________________
૨૧૫
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
ખાનમઝાખાનના વડવાઓને સને ૧૫૦૪માં શત્રુંજય અને પાલીતાણા જાગીરમાં મલ્યાં હતાં જાગીરદાર ખાનમઝાદખાનને શત્રુંજયને ઉદ્ધાર થાય એ રુચતી વાત ન હતી છતાં બાદશાહી ફરમાનથી તેણે નિરુપાયે સમ્મતિ આપી તેના મંત્રીઓ નરસિંહ અને રવિરાજે તીર્થોદ્ધારનાં દરેક કાર્યોમાં પૂરી વ્યવસ્થા કરી આપી.
દેવકર્માશાહ વિ. સં. ૧૫૮૭ શાકે ૧૪૪૩ ના વૈશાખ વદિ ૬ને રવિવારે પરેઢિયે ધનલગ્નમાં શુદ્ધ નવાંશમાં મહામાત્ય બાહડદેવના પ્રાચીન જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તપગચ્છના ૫૦મા ભ૦ ધર્મરત્નસૂરિ શિષ્ય ભ૦ વિદ્યામંડનસૂરિના હાથે ભ૦ ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે દોઢ કર્માશાહે કરાવેલ ઉદ્ધાર સેળો ગણાય. આ ઉત્સવમાં દશ જૈનાચાર્યો વિદ્યમાન હતા. (-પ્રક. ૩૫, પૃ. ૨૦૩; પ્રક. ૪૪ પૃ. ૨૦ થી ૨૨ તથા પૃ. ૩૫)
દો. કર્માશાહે નવી બનાવી સ્થાપના કરેલી ભ૦ આદીશ્વર તથા પુંડરિક સ્વામીની પ્રતિમા જ આજે ત્યાં વિદ્યમાન છે.
વિ. સં. ૧૫૯૨માં મીરઝા ખસકરીમ બળ કરી બા. બહાદૂરશાહને પદભ્રષ્ટ કરવા ચાહતો હતે. પરંતુ ગુજરાતી સામત બાબહાદૂરશાહને વફાદાર હતા. આથી મીરઝાનું કંઈ ચાલ્યું નહી. અને બાગ બહાદૂરશાહે આવી અમદાવાદને સરલતાથી કબજે કરી લીધું.
બાબહાદૂરશાહ-ઉપકેશગચ્છની દ્વિવંદનિકશાખાના ૬૮ માં ભ૦ દેવગુપ્તસૂરિ (સં. ૧૫૫૦ થી ૧૬૦૦) તથા તેમના પટ્ટધર ભ૦ કક્કસૂરિ (ભવ્ય વિજયરાજસૂરિ)ને ભક્ત હતે.
(પ્રક. ૧ પૃ. ૩૭, પ્રક. ૫૭ તથા તપારત્નપટ્ટાવલી) - એક તરફથી ફિરંગીઓએ દીવબેટને પિતાના તાબામાં લેવા ખટપટ શરૂ કરી અને એજ સમયે બા હમાયુ નવ મહિના સુધી અમદાવાદમાં રહ્યો હતો ત્યારેજ ફિરંગી હાકેમ બાગ બહાદુરશાહને વાટાઘાટ કરવા દીવબેટમાં લઈ ગયે, ફીરગી હાકેમે બા બહાદુરશાહનું મોટું સ્વાગત-સન્માન કર્યું ફિરંગીઓએ બહાદુરશાહના તથા તેના સાથી
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org