________________
૨ ૧૪
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૦. બહાદુરશાહ-(રાજ્યકાળ સને ૧૫૬ થી ૧૫૩૭ સં.
૧૫૮૩ થી ૧૫૯૩) તે બા મુજફરને ત્રીજો નાને પુત્ર હતો. પિતા અને પુત્રના સ્વભાવમાં ઉત્તર દક્ષિણ એટલે તફાવત હતો. તેની કારકિદી ટૂંકી પણ પ્રશંસાપાત્ર મનાય છે. શાહજાદે બહાદુરશાહ સને ૧પરપમાં પિતાથી રીસાઈને ચિત્તોડ ચાલ્યા ગયા હતા. અને ત્યાં સોદિયા રાણા રત્નસિંહના માનીતા અને કાપડના વેપારી દે તેલાશાહ એસવાલને અતિથિ બનીને રહ્યો હતે.
આ દરમિયાન સને ૧૫ર ૫માં દિલ્હીના બા. હુમાયુએ ચિત્તોડ પર ચડાઈ કરી. તેણે માલવા મેવાડ જીતી લઈ ચાંપાનેર થઈ ગુજરાત જીતવાને વિચાર કર્યો, પણ ચિત્તોડના રાણા રત્નસિંહે હમાયુને હરાવી પાછા કાઢયે હતે. શાહજાદા બહાદુરશાહે આ યુદ્ધમાં ચિત્તોડના રાણુને મદદ કરી હતી. (પ્રક. ૪૪–પૃ. ૩૫)
બા. હુમાયુ ગુજરાત ઉપર ન જતાં પાછે દિલ્હી ચાલ્યો ગયો ત્યારે ગુજરાત તેને આધીન બન્યું નહીં.
બા, બહાદુરશાહ ચિત્તોડમાં અતિથિ બનીને રહ્યો એ સમયે તે અને દેટ તલાશાહને છઠ્ઠો પુત્ર કર્માશાહ ગાઢ મિત્ર બન્યા હતા. શાહજાદાએ ગુજરાત જતાં પહેલાં ખીસા ખરચી માટે લાખ રૂપિયા માગ્યા, ત્યારે શા૦ કર્માશાહે તેને માગ્યા મુજબ રકમ આપી. એ લઈને બા, બહાદુરશાહ ગુજરાતમાં ગયા અને ત્યાં સં. ૧૫૮૩ના શ્રાવણ શુદિ ૧૪ના રોજ અમદાવાદમાં ગુજરાતને સ્વતંત્ર બાદશાહ બને તેણે ૧૦ વર્ષ અને ૮ મહિના રાજ્ય કર્યું.
તેની કારકિદી ટૂંકી છતાં પ્રશંસનીય હતી. તેણે ગુજરાતના સ્વતંત્ર બાદશાહ તરીકે રાજ્ય કરી નામના મેળવી તે રકમ પાછી આપી. અને તેમના અતિથિ સત્કારના મૈત્રીના કારણે દેટ કમશાહને શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરી પોતાના ઈષ્ટદેવની પ્રતિમા બેસાડવાની પરવાનગી આપતું ફરમાન” લખી આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org