________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૧૧ અમદાવાદ શહેરને ફરતે મોટે ગઢ બંધાયે. જૂનાગઢ અને ચાંપાનેરના ગઢ સુધરાવ્યા, તેણે સને ૧૪૭૫ માં દ્વારિકાને જીતી લીધું. મહમ્મદ બેગડે બહાર યુદ્ધમાં હતા ત્યારે તેને પદભ્રષ્ટ કરવા અમીરએ કાવતરું ગઠવ્યું હતું, પરંતુ કિંવા ઉલમુલ્ક મલેક સારંગે એ કાવતરું પકડી પાડી તે અમીરને નાસીપાસ બનાવ્યા હતા. દુકાળ અને દાનવીરે
સને ૧૪૬૮ એટલે વિ. સં. ૧૫૩૯-૪૦ માં ગુજરાત અને માળવામાં માટે દુકાળ પડ્યો હતો. આ સમયે હલાલાને બે દેદરાણ, માળવાના મંત્રીઓ મેઘરાજ તથા જીવણરાજ, પાટણને શેઠ ખીમરાજ પોરવાડ, અમદાવાદના ગૂર્જર શ્રીમાલી મંત્રીઓ મુંદર તથા ગદરાજ, ડુંગરપુરને મંત્રી સાલ્ડા શાહ, મંત્રી વિક્રમ શ્રીમાલી, માલવાના શેઠે શૂરા અને વીરા, શિરોહીને સં૦ ખીમરાજ, સં૦ કુંતે, સં. ઊજળ અને કાજા પોરવાડ, માલવાના બા૦ ગ્યાસુદ્દિીનના માનીતા, અને સં૦ ધન્ના શાહ પિરવાડના ભાઈ સં. રતના પિરવાડના પૌત્ર સં સહસા પિરવાડ વગેરે જેનેએ સ્થાને સ્થાને પાણીની પરબ અને દાનશાળાઓ બેસાડી, જનતાને મેટી મદદ કરી હતી.
શાહ બિરૂદ–હડાલાના ખેમા દેદરાણીએ અઢળક ધન આપી, ગુજરાતની પ્રજાનું દુકાળમાંથી રક્ષણ કર્યું, આથી મહમ્મદ બેગડાએ પ્રસન્ન થઈને જેનેનું શાહ બિરુદ કાયમ રાખ્યું. આ ભયંકર દુકાળ પછી વિ. સં. ૧૫૪૧ માં સુકાળ થયે અને જનતામાં આનંદ ફેલાયે.
(પ્રક. ૫૩, ભ૦ લહમીસાગરસૂરિ) મંત્રી ગદરાજ
મંત્રી સુંદર ગૂર્જર શ્રીમાલી અને તેને પુત્ર ગદરાજ શ્રીમાલી એ બંને મહમ્મદ બેગડાના વજીરે હતા, તેઓએ સેજિત્રામાં મેટે જિનપ્રાસાદ બંધાવ્યું હતું. સં. ૧૫રપ માં આબૂના પિત્તલહર જિનપ્રાસાદમાં ભ૦ લક્ષ્મીસાગરસૂરિના વરદ હસ્તે ૧૨૦ મણની પિત્તળની ભ૦ ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. અને તેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org