________________
ચુંમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ
૧૮૩ વતનીઓ તથા ત્યાં રહેનારા અને વસનારા સઘળાને માલુમ થાય
એમ થાઓ કે, “હવે સૌ લેકએ ખાતર જમા રાખી પિતાના મકાનમાં રહેવું અને કઈ પણ રીતને અંદેશે કે ડર પિતાની હમેશની રહેણી કરણી સંબંધે ન રાખતાં રેજના કામકાજમાં મશગૂલ રહ્યા જવું. ” કારણ? કઈ પણ માણસ તેમને કઈ રીતની અડચણ કે અટકાવ કરશે નહીં, આ બાબત તેણે ખાતરી રાખવી અને આમાં લખ્યા મુજબ તેણે વર્તવું.
લખ્યું તા. ૫ મહિને સફર, હી. સ. ૧૧૯૪ તે ગાદીએ બેઠા સને ૨૨ (અંગ્રેજીમાં સહી.
Thomas Goddad ઈ. સ. ૧૯૨૪ ને ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ, જે. સત્ય પ્ર. ક. ૯૮, પૃ. ૪૭ થી ૧૪
નોંધ : સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લખે છે કે “બા, આલમગીર ૩જે અને જો ગોડાર્ડ (ગાર્ડન)નો ઢંઢેરે” “શ્રી ફેબ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેટલીક જૂની ફારસી સનદ અને કેટલાંક જૂનાં બાદશાહી ફરમાનો છે” એ સનદ તથા ફરમાનોની સંખ્યા મેટી નથી પરંતુ જે છે તે કેટલેક ભાગે ગુજરાતના ઈતિહાસને ઉપયોગી છે. એ સંગ્રહમાંથી એક ફારસી લેખનું ભાષાંતર થોડા વખત ઉપર “ગુજરાતી ના દિવાળી અંકમાં પેશ્વા સાથે એક કરાર એ મથાળા હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ગુજરાતની અર્વાચીન સ્થિતિને લગતો એ કરાર હતો. એ સ્થિતિ જોડે સંબંધ રાખતા એક બીજે લેખ એ સંગ્રહમાંથી મળી આવ્યું છે. જે વખતે જનરલ ગોડાર્ડ (General Go-ddard)ના હાથમાં અમદાવાદ આવ્યું તે વખતે એણે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તે જાહેર નામાની ખરી નકલ ગોડાર્ડની સહી સાથેની એ સંગ્રહમાંથી મળી આવી છે. દરેક વિજયી સેનાપતિ એવી રીતનાં જાહેરનામાં કે ઢંઢેરા પિતાના તાબામાં આવેલી રૈયતના સાંત્વન અર્થે બહાર પાડતા અને હજી પણ પાડે છે. છેલ્લી મેટી લડાઈ વખતે જર્મને પણ એવાં જાહેરનામાં ઠેર ઠેર બહાર પાડતા હતા આ જાહેરનામું ટૂંકું પણ મુદ્દાસર છે.
–અનુવાદક શાહ અલામ બાદશાહ ગાઝી અમીર ઉદ્દોલા જનરલ ગોડાર્ડ બહાદૂર ફતેહજંગ ફીદવી સને ૧૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org