________________
૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
નોંધ:-હીજરી સન ૧૧૩૭, સને ૧૭૨૫, વિસં. ૧૭૮૨માં મરાઠાની સેનાએ અમદાવાદને ઘેરો ઘાલી અમદાવાદને જીતી ને લુંટવા વિચાર કર્યો હતો. આથી પ્રજામાં અશાન્તિ વધી. આ સમયે નગરશેઠ શાનિતદાસના વંશના શેઠ ખુશાલચંદે પોતાની ગાંઠના પૈસા ખર્ચ કરી મરાઠાના સેનાધિપતિ હમીદખાનને ખુશ કરી શહેર લુંટવાનું મેકુફ રખાવ્યું. નગરશેઠના આ ઉપકારના બદલામાં અમદાવાદના શેઠ, શાહુકાર, તથા પ્રજાએ મળીને રાજ્યની જમાબંધી પ્રમાણે દર સેંકડે ચાર આનાની રકમ શેઠ ખુશાલચંદ તથા તેને વંશજોને આપવી. તેમ નક્કી કર્યું હતું.
શેઠ ખુશાલચંદ્રના પુત્ર શેઠ નથુશાહે રઘુનાથ બાજીરાવને અરજી કરી, આ રકમ પિતાને અને પિતાના વંશજોને મળે તેની સનદ મેળવી હતી.
ત્યારથી નગરશેઠના વંશજોને આ રકમ મુસલમાની રાજ્યમાં બરાબર મળતી રહી હતી. અને બ્રીટીશ રાજે તા. ૨૫-૭–૧૯૬૨ ને રોજ તે રકમને બદલે દરસાલની ઉચક રકમ રૂા. ૨૧૩૩ બાંધી આપી હતી. અને સરકાર તે મે મહિનાની તા. ૧લીએ તે સાલીયાણું આપતી હતી.
નગરશેઠનું કુટુંબ દરસાલ જેઠ વદિ ૯ ને રોજ આ રકમમાંથી દૂધપાક, પુરી, શાક અને પતરવેલીયાનું જમણ કરી જમતું હતું. તેમાં નગરશેઠના કુટુંબના સૌ માણસો તથા નગરશેઠના કુટુંબની કુંવારી કે પરણેલી પુત્રીઓ સૌ જમતા હતા. માત્ર પુત્રીઓના પુત્ર કે પુત્રીઓ જમતા ન હતા. | ગુજરાતના બા૦ અહમદશાહે અમદાવાદ વસાવ્યું. ત્યારથી તેણે રાજ્ય તરફથી દરેક ગરીબ અનાથ વગેરેને હંમેશા ચણ આપવાનું ચાલુ કર્યું હતું.
મુસલમાની રાજ્યમાં, બ્રીટીશ રાજ્યમાં અને કોંગ્રેસના રાજ્યમાં આ દાન ચાલુ રહ્યું છે. આજે પણ અમદાવાદના માણેકને રાણીના હજીરામાં આ દાન અપાય છે.
લેકશાહી રાજ્યમાં પણ પ્રજાહિતના બદલામાં શેઠ કુટુંબને ઉપકારની યાદીમાં જે ઉપર મુજબની રકમ અપાય છે. વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આ રકમ આપવાનું ચાલુ રહેશે.
શેઠ ખુશાલચંદના પુત્ર શેઠ નથુશાએ રધુનાથ બાજીરાવને પિતાને અને પિતાના વંશજોને જમાબંધી મળવાની જે અરજી કરી સનદ મેળવી હતી. તેની નકલ અમે ઉપર આપી છે.
તથા રાજા ગોવિંદરાવ ગાયકવાડ સરકાર વગેરેએ રાજ્ય તરફથી નગરશેઠ કુટુંબને નગરશેઠ વખતચંદને મશાલ પાલખી તેના સામાનના રૂા. ૩૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org