________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૫૭ મહેરબાનીથી અને ઉમેદથી ઉમદા થાય છે. એ હિસાબ રાખનારાઓને માલૂમ થાય જે, “શાંતિદાસ ઝવેરી જે અમીરેમાં પહેલા દરજજાના છે.” તેમણે અમારા સ્વર્ગસમા દરબારમાં બધા દરબારીઓ સમક્ષ જાહેર કર્યું છે કે, “સોરઠ સરકારના તાબામાં આવેલા પાલીતાણું નામના ગામ આગળ શેત્રુજા નામનું હિંદુલેકેનું યાત્રાનું ધામ આવેલું છે, અને આજુબાજુના લોકો ત્યાં યાત્રાએ જાય છે. “ઉમદા દરજજાવાળા તરફથી મહેરબાનીની રાહ એ હુકમ કરવામાં આવ્યું છે કે, “અમીરેમાં સૌથી ઊંચા દરજજાના મજકુર ઈસમને આ માસમની શરૂઆતથી મજકુર ગામ ઈનામ તરીકે આપવામાં આવ્યું છે,” જેથી આ ગામને એમનું ઈનામ ગણીને એમાં કઈ જાતની દખલગીરી કરવી નહીં.
આજુબાજુના જિલ્લાના તથા પ્રદેશના લેકે આ જગ્યાએ નિર્ભય થઈને યાત્રા કરવા આવે, આ બાબતમાં તાકીદનો આ ખાસ હુકમ જાણે એને પાળવામાં કેઈએ કસૂર કરવી નહીં.
પવિત્ર મહેરમ મહિનાના ૨૯ મા દિવસે લખ્યું, અમારા સારા રાજ્યના ૩૦ માં વરસમાં.
દ– નમ્ર સેવક
અલીનખાન નકલ દિવાન કચેરીમાં રાખી લીધી છે.
(ખરે તરજુમે)
(સહી ) ગુલામ મેહીદીન-તરજુ કરનાર (રખેપાના કાગળ પ્રક. ૪૪; પૃ૦ ૧૦૨, પ્રક. ૪૪-ગેહેલવંશ)
ફરમાન સત્તરમું (૨) નકલ બાટ શાહજહાંનું શત્રુંજય પહાડ ભેટ આપ્યાનું ફરમાન
સેરઠ સરકારના હાલમાં કામ કરતા તથા ભવિષ્યમાં થનાર અમલદારે, જેઓ સુલતાનની મહેરબાનીની આશા રાખે છે. તથા તે મહેરબાનીને યોગ્ય ગણવા માગે છે. તેમને માલૂમ થાય કે
સીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org