________________
૬૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
આ ફરમાનમાં બાદશાહી સહી સિક્કાઓ સાથે બન્ને બાજુ લખાણ છે. અમે આ ફરમાન અમદાવાદની જૈન સંસાયટીના “શ્રી જૈન પ્રા વિદ્યાભવનનાં શ્રી ચારિત્રવિજય જૈન જ્ઞાન મંદિરમાં મુકાયું છે.
અમે આ ફરમાન મુંબઈના “ પ્રીન્સ ઓફ વેલ્સન મ્યુજિયમ”માં આગમ પ્રભાકર પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મ. મારફત મોકલી, સાફ કરાવ્યું છે.
આ ફરમાનનું પાઠ વાંચન, અને ગુજરાતી અનુવાદ. અમદાવાદના ખાનપુર સૈયદવાડાના વતની અને અમદાવાદની ગૂજરાતી વર્ના કયૂલર સોસાયટીના (વિદ્યાસભા)ને સૈયદ “અબૂઝફરદવી” પાસે તૈયાર કરાવ્યાં હતાં. જે પાઠ વાંચન ઉપર નાગરી લીપીમાં આપેલા છે.
ફરમાનમાં જૈન ભટ્ટારક ઇન્દ્રસૂરિનું નામ વંચાય છે. પરંતુ અમને લાગે છે કે આ૦ ઈન્દ્રસૂરિ તે ભટ્ટારક દેવેન્દ્રસૂરિ હેય.
સૌ કોઈ સમજી શકે છે કે ઉર્દુલીપીમાં રેખાક્ષરની યોજના છે. આથી દેવેન્દ્રસૂરિ નામ લખવું હોય તો દેવીંદસૂરિ અથવા દેવદ્ધસૂરિ એવાં નામ સરલતાથી લખાઈ જાય તેમ છે. તે સમયે ભ૦ ઇન્દ્રસૂરિને સ્પષ્ટ પરિચય મળતું નથી.
અમે જૈન પરંપરાના ઈતિહાસમાં પહેલાં (પ્રક. ૪૦ પૃ. ૪૩૪ થી ૪૩૭)માં રૂદ્રપલ્લી નગર અને સં. ૧૫૦૧ સુધીની રૂદ્રપલ્લીગચ્છના ભટ્ટારકે યતિઓની પરંપરા બતાવી છે. તેમજ હવે પછી (પ્રક૫૧ના પ્રભાવકે વિભાગમાં) રૂદ્રપલ્લી ગચ્છના ભદ્વારકે-કુલગુરુઓની છેલ્લી પરંપરા આપવાના છીએ. તેના આધારે નકકી છે કે–રૂદ્રપલી ગની દહીની ગાદીએ ભ૦ જ્ઞાનસાગરસૂરિ તથા આગરાની ગાદીએ ભ. દેવેન્દ્રસુરિ થયા હતા.
આથી ખુશી પૂર્વક તારવી શકાય છે કે- બાળ ફરૂખશેઅરે વિ. સં. ૧૭૦ માં આગરામાં ભ. દેવેન્દ્રસૂરિને તેમણે બાદશાહનું કુટુંબ કે રાજ્ય કે પ્રજા ઉપર કરેલ કે ઈ મેટા ઉપકારના બદલામાં બહુમાન કરવાનું આ ફરમાન આપ્યું હોય.
ફરમાન પચીસમું. બાદ ફરુખશિયરે શેઠ માણેકચંદને શેઠ પદવી
આપ્યાનું ફરમાન સૂચના :- બાદશાહ ફરુખશેખરે બંગાળના નવાબ મુર્શિદ-કુલીખાના આગ્રહથી જુલસી સન ૩, હીજરી સન ૧૧૨૭ જિલહીજ મહિનાની તા. ૮ મી ઈસ. ૧૭૧૫, વિ. સં. ૧૭૭૧માં શેઠ માણેકચંદ શેઠની પદવી આપી, મણિથી મઢેલી “શેઠ” અક્ષરવાળી મહોર (બિલ્લે) આપી, અને ફરમાન લખી આપ્યું.
(પ્રક. ૫૮ જગત શેઠ વંશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org