________________
૧૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગૂÈ ઉલ્ અકરાન (એક ખિતાબ છે.) શાંતિદાસ ઝવેરીએ સ્વર્ગ સમાન અમારા દરબારમાં એક અરજદાર તરીકે અરજ કરી જણાવ્યું કે, “સદરહુ સરકારના તાબાના પરગણામાં મેજે પાલીતાણું નામે એક ગામ આવેલું છે, તેમાં હિંદુઓની પૂજાનું એક સ્થાન જેને શેત્રુજે કહે છે તે આવેલું છે, અને ત્યાં આસપાસના માણસોની તીર્થ માટે જાત્રા કરવા આવ-જાવ થયા કરે છે.” તેથી ઊંચા દરજજા અને ઉમદા પદવીવાળા (બાદશાહ)ને હુકમ કાઢવા તથા પ્રદર્શિત કરવામાં આવે છે કે, પાનખર ઋતુની શરૂઆતથી (પિચીલ મહિનાથી) મજકુર મેજે (ગામ) ઉપર જણાવેલા ગૂન્હે ઉલ્ અકરાનને અમે મહેરબાનીની રાહે ઈનામમાં આપ્યું છે.
• (અમને આ પછીનું લખાણ મળ્યું નથી.)
(જૂઓજૈન સત્યપ્રકાશ કમાંક-૯૮) નોંધ:- બા શાહજહાંએ જુલસી સન ૩૦, મહિને મહેરમ ઉલહરામની તા. ૨૯મી, હીજરી સન ૧૦૬૬, ઈ. સ. ૧૬૫૬, વિ. સં. ૧૭૧૩ના કાર્તિક સુદિ ૧ના રેજ
ગુજરાતના સૂબા શાહજાદા મુરાદબક્ષ (ઈ. સ. ૧૬૫૪ થી ૧૬૫૭) ઉપર આ ફરમાન લખી મોકલી શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય પહાડ– પાલીતાણું ઈનામમાં આપેલ હતાં.
બાળ અકબરે આ હીરવિજયસૂરિને તથા બા. શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુજ્ય તીર્થ–પહાડ ભેટ-ઈનામ તરીકે આપ્યાં હતાં. આથી જ પાલીતાણાના ઠાકરે જ્યારે શત્રુંજય તીર્થને મુંડકાવેરે લેવાનું નકકી કર્યું ત્યારે તેણે જૈન મુનિવરે અને શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજોને મુંડકાવેરે લેવાનું માફ જાહેર કર્યું હતું. (રખોપાના કાગળ) વિશેષ ોંધઃ
બાશાહજહાંએ અમદાવાદના નગરશેઠને ઉપર મુજબ ચાર ફરમાને આપ્યાં હતાં. તે પિકીનું.
ફટ નં ૧૪ હીજરી સન ૧૦૪૫, વિ. સં. ૧૬૯૨માં. ફટ નં. ૧૫ હીજરી સન ૧૦૫૪, વિ. સં. ૧૭૦૧ ભા. સુ. ૧. ફટ નં. ૧૬ હીજરી સન ૧૦૫૮, વિ. સં. ૧૭૦૫ શ્રાવણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org