________________
૧૫૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શેઠ સૂરદાસ વગેરે જેને એ કામતમાં ભળનારાઓ સાથે રેટી-બેટીને વ્યવહાર બંધ કર્યો, આથી નવા લંકામતવાળાએ ગુજરાતના સૂબાને અરજ કરી હતી કે, અમદાવાદના જેનેએ અમારી સાથે ખાનપાન અને રેટી–બેટીનો વ્યવહાર બંધ કર્યો છે. તેને ચાલુ કરાવે, પરંતુ સૂબાએ આ ફરમાન આપી જાહેર કર્યું કે, “આ વ્યવહાર દરેકની મરજી ઉપર આધાર રાખે છે. તેમાં કેઈનું દબાણ ચાલી શકે નહીં.” છતાં ખાસ એ જરૂરી છે કે, કેઈએ કેઈને અડચણ કરવી નહીં. કેઈએ કેઈને હેરાન કરે નહીં.
આ ફરમાન ગૂજરાતના સૂબા મહમ્મદ દારા શિકોહે કહ્યું હતું. મહમ્મદ દારા શિકોહ બાદશાહ શાહજહાંને શાહજાદો હતે. તે ઈ. સ. ૧૬૪૮ થી ૧૬પર સુધી ગૂજરાતને સૂબે હતા.
સંભવ છે કે, બાદશાહે સૂબા મારફત જુલસી સન ૧૮, હીજરી સન ૧૦૫૫, રજબઉલ મુરજબ મહિનાની તા. ર૭ મી, ઈ. સ. ૧૬૪૪, વિ. સં. ૧૭૦૧ ભાદરવા સુદિ ૧ ના રોજ આ ફરમાન આપ્યું હોય.
કે આ ફરમાનમાં હીજરી સન ૧૦૩૪ લખ્યા છે, પણ ઉમાં અક્ષરોની લગભગ સામ્યતા હોવાથી લેખકની કે અનુવાદકની ભૂલ થઈ હોય તેમ લાગે છે. કેમકે હીજરી સં. ૧૦૩૪માં દિલ્હીને બાદશાહ શાહજહાં નહીં પણ જહાંગીર હતું. એટલે સંભવ છે કે બાદશાહ જહાંગીર તરફથી ગૂજરાતનો સૂબો શાહજહાં હતો, ત્યારે તેના તરફથી આ ફરમાન અપાયું હોય. અને શાહજહાં દિલ્હીને બાદશાહ બન્યો ત્યારે ગુજરાતના સૂબા શાહજહાં મહમ્મદ ઓરંગઝેબ આલમગીર સને ૧૬૪૪ થી ૧૬૪૬ અથવા ગુજરાતના સૂબા મહમ્મદ દારા શિકોહના સમયે ફરી તાજું કરાવ્યું હોય.
આ ફરમાનમાં ઈસ્લામખાનનું નામ પણ મળે છે. આ ફરમાનમાં શેઠ કસૂરદાસનું નામ છે. તે ત્યારે અમદાવાદમાં
* સં. ૧૭પ૬ પિ૦ શુ૧૨ શનિવારે સિદ્ધિગમાં પાટણમાં ૫૦ સત્યવિજયગણિવરનું સ્વર્ગગમન થયું ત્યારે પાટણમાં જે સુરચંદ શા હતા, તે આમનાથી જુદા જાણવા. તેમણે ત્યારે બંદીવાનો છોડાવ્યા. પંન્યાસજી મહારાજનો સ્વર્ગગમન ઉત્સવ કર્યો હતો. (પં. સત્યવિ- ગવ નિર્વાણ રાસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org