________________
૧૩૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૨) બાટ શાહજહાંએ શત્રુંજય પહાડ ભેટ આપે તે માટેનું ફરમાન. (૩) બાશાહજહાંએ જ્ઞાતિવ્યવહારની સ્વતંત્રતા આપ્યાનું ફરમાન. (૪) બાટ શાહજહાંએ નગરશેઠના મકાનની રક્ષા માટે આપેલું ફરમાન. (૫) બાટ શાહજહાંએ ચિંતામણિ જેન મંદિર જેનેને પાછું આપવાનું
કહેલું ફરમાન. (૬) બા, આલમ અને જનરલ ગોડાર્ડને શાંતિને ઢંઢરે.
આ છ ફરમાને ઈ. સ. ૧૯૨૪માં ભાવનગરમાં ભરાયેલી પુનરાતી સાહિલ્ય પરિષના રિપોર્ટ માં પ્રકાશિત કરાવ્યાં છે. તેના આધારે અમે આ નોંધ લખી છે.
-સંગ્રાહક (વિશેષ માટે જૂઓ : જેન સત્ય પ્રકાશ, વર્ષ : ૯,
અંક: ૨, ક્રમાંક : ૯૮, પૃ. ૪૭ થી ૧૪) નોંધ:- શ્રી. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી આ ફરમાન માટે લખે છે કે, આ ફરમાન બાઇ જહાંગીર તરફથી નીકળેલું છે. એની નકલમાં કંઈક અક્ષરો પડેલા છે, અને લખ્યા સાલ વગેરે કેટલીક બાબત તેમાં ઊતરી નથી. છતાંયે પોતાની રૈયતમાં શ્રાવક કામ પ્રત્યે બાદશાહની લાગણી હતી. તે એમાંથી ખુલ્લી રીતે દેખાઈ આવે છે.
અનુવાદક શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ અનુવાદિત કરેલ આ ફરમાનેની હકીકતને જ પુષ્ટ કરે તેવું એક લખાણ શ્રી. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ “ ટચુકડી સે વાત ” નામક પુસ્તકમાંથી ઉધૃત કરેલ છે તે હવે પછીના ફરમાન નં૦ ૧૬ની ધમાં આપ્યું છે.
બાળ અકબર મરણ પામે તે પછી જહાંગીર બાદશાહ થયે, ત્યારે તેના વિરોધમાં બળવા ફાટી નીકળ્યા. હવે દીન ઈલાહી રાજ્ય નથી. અકબર નથી. જહાંગીરીઅરાજકતા છે, તો હવે અકબરનું ફરમાન માને કાણ? આમ સમજી સબા પ્રરમ જેવા ઉતાવળિયા ઝનૂની મુસલમાન અમલદારે જેનતીર્થો–ધર્મસ્થાનોને નુકશાન કરશે તે ? આવી વિચારણાથી આ વિજયસેનસૂરિએ બાળ જહાંગીરને ખબર આપી આ ફરમાન મેળવ્યું હતું. - બા જહાંગીર પોતાના પિતાના પગલે ચાલવા ચાહતો હતો. તેણે પિતાના દરેકે દરેક ફરમાનેને અવસર આવતાં પિતાની મહોર મારી સમર્થન કર્યું હતું.
સંભવ છે કે, સં. ૧૬૬૨-૬૩માં બ૦ જહાંગીરે મહો. ભાનચંદ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org