________________
માલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસુરિ ૧૩૯
આથી પિતાજીએ આ૦ હીરવિજ્યસૂરિ, આ વિજયસેનસૂરિ વગેરેને જે જે ફરમાને આપ્યાં હતાં તેણે તેમના ચેલાઓને પિતાનાં તે તે અસલી ફરમાનેને તાજું કરી નવા ફરમાન આપ્યાં હતાં. જૂનાં ફરમાનેને સમર્થન આપ્યું હતું.
તેણે આ ફરમાન જગદ્ગુરુ આ હીરવિજયસૂરિના પરિવારના સાધુ પં. વિવેકહર્ષગણિને જુલસી સન ૫, ઈલાહી સન પ૫, ફરવરદીન મહિને તા. ૨૬, હીજરી સન ૧૦ ૧૯ (અથવા ૧૦૨૧ ) મહિને મહોરમ, ઈ. સ. ૧૬૫૧, વિ. સં. ૧૬૬૬ ( અથવા ૧૬૬૮)ના ચૈત્ર સુદમાં આગરામાં આપ્યું હતું,
મહો. વિવેકહર્ષગણિ ત્યારે પચાસ હતા. તેઓ સં. ૧૬ ૬ ૬ થી સં. ૧૬૬૮ સુધી તે પ્રદેશમાં વિચર્યા હતા. (પ્રક. ૪૪ પૃ. ૯૩, બા. જહાંગીર,)
(પ્રક. ૫૫-મહ૦ વિવેકહર્ષગણિ)
ફરમાન અગિયારમું અહિંસા, કરમા તથા ધર્મસ્થાનની રક્ષાનું ફરમાન
અલ્લાહુ અકબર અબુલ મુજફફર સુલતાન શાહ સલીમ ગાજીનું
દુનિયાએ માનેલું ફરમાન
(અસલ મુજબ નકલ) મેટાં કામો સંબંધી હકમ આપનારાઓએ, તેને અમલમાં લાવનારાઓએ, તેમના કારકૂનોએ તથા વર્તમાન તેમજ ભવિષ્યના મામલતદારે.................વગેરેએ અને ખાસ કરીને સોરઠ સરકારે બાદશાહીનું માન મેળવીને તથા આશા રાખીને જાણવું કે, ભાનુચંદ્ર યતિ અને ખુશફહમના ખિતાબવાળા સિદ્ધિચંદ્ર યતિએ અમને અરજ કરી કે, “જજીઓ, જકાત, ગાય-ભેંસ-પાડા અને બળદ એ જાનવરની બિલકુલ હિંસા, બીજા દરેક મહિનાના મુકરર દિવસમાં હિંસા, મરેલાંના માલને કબજે કરે, લેકને કેદ કરવા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org