________________
૧૪૦
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩ો
[ પ્રરણ શત્રુંજય પર્વત ઉપર માથાદીઠ સારઠ સરકાર, જે કર લેતા તે એ બધી ભાખતા આલા હજરતે ( અકબર ખાદશાહે ) માફ કરી અને તેની મનાઈ કરી છે.” તેથી અમે પણ દરેક ઉપર અમારી સંપૂર્ણ મહેરખાની (સદ્ભાવ) છે. તેથી એક બીજો મહિના કે “જેની અંતમાં અમારો જન્મ થયા છે,” તે ઉમેરીને નીચે લખેલી તફસીલ મુજબ માફી આપી. અમારા શ્રેષ્ઠ હુકમ મુજબ અમલ કરી તેની વિરુદ્ધ કે આડે માગે જવું જોઈએ નહીં. તથા વિજયસેન સૂરિ અને વિજયદેવસૂરિ કે જેઓ ત્યાં ( ગૂજરાતમાં) છે. તેમના હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચ'દ્ર અને સિદ્ધિચદ્ર ત્યાં આવી પહેાંચે ત્યારે તેમની સારસંભાળ રાખી, જે કામ કરવાનું તેઓ રજૂ કરે તેને પૂર્ણ કરી આપવું જોઈ એ; કે જેથી તેઓ જીત કરનાર રાજ્યને હમેશાં ( કાયમ ) રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાડી છે કે જ્યાં તેમણે પેાતાના ગુરુ હીરજીનાં પગલાં સ્થાપન કર્યાં છે, તેને જૂના રિવાજ પ્રમાણે વેરા વગેરેથી મુક્ત જાણી, તે સંબધી કઈ હરકત કે અડચણ કરવી નહીં.
લેખ થયા તા. ૧૪ શહેરેવર મહિના સને ઈલાહી ૫૫.
*
પેટાભાગના ખુલાસા
મહિના ફરવરદીન, તે દિવસેા, કે જે દિવસેામાં સૂર્ય એક રાશિમાંથી ખીજી રાશિમાં જાય છે. ઈદના દિવસ, મૈહર (મિહિર )ના દિવસે, દરેક મહિનાના સામવારા, તે દિવસે, કે જે સૂક્રિયાનના બે વિસાની વચમાં આવે છે. રજબ મહિનાના સામવાર, અકબર ખાઃશાહના જન્મના મહિના, જે શાઅમાન મહિને કહેવાય છે. દરેક શમશી ( Solar ) મહિનાના પહેલા દિવસ કે જેનું નામ આમજ છે. ખાર મરકતવાળા દિવસેા કે જે શ્રાવણ મહિનાના છેલ્લા છ દિવસે અને ભાદરવાના પહેલા છ દિવસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org