________________
૧૦૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જો [ પ્રકરણ સાંભળી, ત્યારે તેમને પાલખી મેકલી પિતાની પાસે લાવ્યા હતા. અને તેમને પિતાના મનમાં જે શંકા હતી તે વિશે પ્રશ્નો પૂછયા.
પં. પ્રતાપકુશળજીએ તે દરેક પ્રશ્નોનો બરાબર ઉત્તરે આપ્યા. સાથેસાથે બાદશાહના મનની વાત પણ જણાવી દીધી. આથી બાદશાહે ખુશ થઈ તેમને ૫-૭ ગામે ઈનામમાં આપવાને જણાવ્યું. પણ પંન્યાસજી ત્યાગી અને નિર્લોભી હતા. તેમણે ગામે લેવાનો ઈન્કાર કર્યો (મેબાફરમાનેની ધ નં. ૧૮)
બાટ ઔરંગઝેબે મેવાડના રાજસાગર તળાવની પહાડી ઉપર સં. દયાલશાહે બનાવેલ “ઋષભદેવના જિનપ્રાસાદને તોડવા સં. ૧૭૨૮-૩૦માં ચડી આવ્યા. રાણા રાજસિંહને દીવાન સં. દયાલશાહ તેની સાથે બહાદૂરીથી લડ્યો, અને તેણે “આ સ્થાન કિલ્લે નથી. પણ માત્ર બે માળનો ઉંચે જિનપ્રાસાદ છે.” એમ સમજાવી, બાદશાહના મનનું સમાધાન કર્યું. પરિણામે બા, ઓરંગઝેબે સં. દયાલશાહની બહાદૂરીથી અને સાચી વાતથી ખુશ થઈ, તે જિનપ્રાસાદની રક્ષા કરી હતી. સંઘવી દયાલશાહે સં. ૧૭૩૨ વિ. વ. ૭ ને ગુરુવારે તે જિનપ્રાસાદની વિજયગછના ભ૦ વિનયસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ સ્થાન અત્યારે દયાલ શાહના કિલા તરીકે વિખ્યાત છે. વિખ્યાત જેન યાત્રાસ્થળ છે.
( જૂઓ પ્રક. ૪૪ પૃ૦ ૩૮-૩૯ ) મહો. સેમવિજયગણિવરની પરંપરાના તેમજ ભ૦ વિજયરત્નસૂરિની આજ્ઞામાં રહેલા પં. લાલવિજય ગણિવર અને પં સૌભાગ્યવિજયગણિ વિ. સં. ૧૭૫૦માં આગરામાં યાત્રા કરવા પધાર્યા હતા. ત્યારે ત્યાં બા. ઔરંગઝેબને મલ્યા હતા. બા. ઔરંગઝેબે તેઓને કુશલ સમાચાર પુછી ભારતમાં શાન્તિપૂર્વક રહેવાનું અને નિરાબાધપણે તેઓને વિચારવાનું ફરમાન આપ્યું હતું
(તીર્થમાળા, તથા મે બાર ફ. નં૦ નં૦ ૧૯). આ સમયે અજમેરના સૂબાએ અજમેર, મેડતા, જત, જયતારણ અને જોનપુર વગેરે શહેરના જૈન ઉપાશ્રયે પિતાના તાબામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org