________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૧૩ નવો શબ્દ બનાવતી હોવાના કારણે અગર આવા કે બીજા ગમે તે કારણે ફરમાનેની સાલવારીમાં ફરક મળે છે. જૂઓ ફરમાન નં. ૨, ૬, ૧૧.
આજ કારણે ફરમાન નં. ૪ માં મહિનાનો ફરક પડયો હોય એ સંભવ છે. ગણિતશાસ્ત્રીએ આને ઠીક કરવા પ્રયત્ન કરે એ ઈચ્છવાયેગ્ય છે.
રા, બ૦ પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ દિલ્હીના બાદશાહને હીજરી સન તથા મારવાડ અને મેવાડના રાજાઓ અને સરદારે વગેરે હિંદુઓના વિક્રમ સંવતને મેળ મેળવવા માટે ચિત્રાદિ વિ. સં. ૧૬૦૪ થી વિ. સં. ૧૯૧૪ સુધીના ચંડાશુગંડુ પંચાંગના કેઠાઓના આધારે ફરવદિન તા. ૧ નો ઈલાહી સન, હીજરી સન, વિક્રમ સંવત અને ઈસ્વીસનના મહિનાઓ તથા તિથિ વાર તારીખો સ્પષ્ટ કરી “મોગલ બાદશાહે કે જુલસી સન” નામે લેખ પ્રકાશિત કર્યો હતો.
અમે ઉકત લેખ તથા બીજા મળતા સાધનેના આધારે અહીં મોગલ બાદશાહનાં ફરમાનોની સાલવારી વગેરે સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. તે ફરમાને (વટહુકમે) આ પ્રકારે છે. ૮. બાટ અકબર:- (પરિચય માટે જૂઓ પ્ર. ૪૪–પૃ. ૬૦ )
રાજ્યકાળ:- હી સન ૯૬૩ રવિ ઉસ્સાની મહિનાની તા. ૨ શુક્રવારથી ૧૦૧૪-૧૫ જમાદિઉસ્સાની મહિનાની તા. ૧૧ મી સુધી. વિ. સં. ૧૬૧૨ ના ફાસુ૪ (વિ. સં. ૧૬૧૩ ફાવ. ૨) થી વિ. સં. ૧૬૬૨ ના ફાસુ. ૧૪ ને મંગળવાર તા. ૧૪–૨–૧૫૫ ૬ થી તા. ૧૫–૧૦–૧૬૦૫)
બાદ અકબરનાં ફરમાન નં૧ થી ૮ અહિંસાનું ફરમાન પહેલું:
અકબર બાદશાહ લખે છે કે મારી ભાવના છે કે-મારી પ્રજા પ્રસન્ન રહે, આકર્ષિત રહે, એવું શુભ આચરણ આપણે કરવું જોઈએ. ગમે તે મતને મહાપુરુષ હોય, તે જે પવિત્ર રહે, આત્મધ્યાનમાં મસ્ત રહે, પ્રભુનાં ધ્યાનમાં મગ્ન રહે તે હું તેના બાહ્ય વ્યવહારને ન જોતાં તેના માનસિક અભિપ્રાયને જેવા તેની સોબત કરી વિચાર વિનિમય કરું છું. મને આવા મહાપુરુષ પ્રત્યે પ્રેમ થાય છે. હું આવા કાર્યને પસંદ કરું છું. આ માટે મેં ગુજરાતથી આઠ હીરવિજયસરિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org