________________
૧૧૫
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૧૫
ફરમાન બીજું જૈનેને સંપ રાખવા માટે પ્રાર્થનાપત્ર બા, અકબરે નહીં પણ મેલવી અબુલફજલે ઈલાહી સન ૪૦ની તા. ૨૨ મીએ વાકે અનવીસ સરફુદીન હસેન પાસે પત્ર લખાવ્યો હતો કે, “ખરતરગચ્છવાળાની વિનતિથી આ પત્ર લખવામાં આવે છે કે, તપગચ્છ અને ખરતરગચ્છવાળાએ અંદર અંદર ઝઘડા કરવા નહીં. બંનેએ પ્રવચનપરીક્ષા જેવા ગ્રંથે બનાવવા નહીં. બંને સંપ્રદાયને પ્રેમ અને મેળ બનાવી રાખવા પ્રાર્થના છે.”
(-યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિશિષ્ટ ચ, પૃ. ૩૦૫) નોંધ-ખરતરગચ્છના ભટ્ટારક જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૧ માં જાહેરમાં અને સં૦ ૧૬૪રમાં પાટણમાં માસુ કર્યું હતું. આ પાટણના ચોમાસામાં તપગચ્છના આ વિજયસેનસૂરિ અને ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિ વચ્ચે મહે. ધર્મસાગર ગણિવરે સં૦ ૧૬૨૮ માં રચેલા પ્રવચનપરીક્ષા ગ્રંથ અંગે પાટણની રાજસભામાં ૧૮ દિવસ સુધી શાસ્ત્રાર્થ થયો હતો.
(–યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિ. , પૃ. ૨૬૪, ૬૫) સંભવ છે કે, આ પ્રસંગને ઉદ્દેશીને પ્રસ્તુત પત્ર લખાયો હોય. આ પત્ર બનાવટી હોવાની યે સંભાવના છે. આમ છતાં આ પત્ર કદાચ સાચે હોય તો આ પત્રની સલવારીમાં ૧૦ વર્ષનો ફરક હેય. એટલે ઈલાહી સન ૩૦ ની તા. ૨૨ મી, જુલસી સન ૩૦ ફરવરદીનની તા૨૨મી, વિ. સં. ૧૬૪૧-૪૨ માં આ પત્ર લખા હોય.
ફરમાન ત્રીજું જૈન ધર્મસ્થાનોની રક્ષાનું ફરમાન
અલ્લાહુ અકબર જલાલુદ્દીન મહમ્મદ અકબર બાદશાહ ગાજીનું ફરમાન
અલ્લાહ અકબરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની નકલ અસલ મુજબ છે –
મહાન રાજ્યને ટેકો આપનાર, મહાન રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂત કરનાર, શ્રેષ્ઠ રાજ્યના ભરસાદાર, શાહી મહેરબાનીને ભેગવનાર, રાજાની નજરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org