________________
ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૧૭ હિતેચ્છુઓ છે તેમના ગાભ્યાસનું ખરાપણું વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયું કે, તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથી કેઈએ એમને હરકત (અડચણ) કરવી નહીં અને તેમના દેવમંદિર તથા ઉપાશ્રયેામાં ઉતારો કરે નહીં તેમ તેમને તુચ્છકારવા પણ નહીં. વળી, જે તેમાંનું (મંદિરો કે ઉપાશ્રયમાંનું) કંઈ પડી ગયું કે ઉજજડ થઈ ગયું હોય અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેને પાયા નાખવા ઈછે તે તેને કોઈ ઉપલક જ્ઞાનવાળા (અજ્ઞાની)એ કે ધર્માધે અટકાવ પણ કરે નહીં. અને જેવી રીતે ખુદાને નહીં ઓળખનારા, વરસાદને અટકાવ અને એવાં બીજા કામ કે જે ઈશ્વરના અધિકારનાં છે તેને આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી તે બિચારા ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે, અને તેમને અનેક પ્રકારનાં કષ્ટો આપે છે. એવાં કામો, તમારા રક્ષણ અને બંદોબસ્તમાં છે કે જે તમે સારા નસીબવાળા અને બહેશ છે. તેમના હાથે થવાં જોઈએ નહીં, વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે, હાજી હબીબુલાહ કે જે અમારી સત્યની શોધ અને ખુદાની ઓળખાણ વિશે થોડું જાણે છે તેણે આ જમાતને ઈન કરી છે. આથી અમારા પવિત્ર મનને કે જે દુનિયાને બંદોબસ્ત કરનાર છે, તેને ઘણું ખોટું લાગ્યું છે. (દુઃખનું કારણ થયું છે.) માટે તમારે તમારી રિયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે, કેઈ કેઈના ઉપર જુલમ કરી શકે નહીં. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમ, નવાબે અને રિયાસતને પૂરેપૂરે અથવા કેટલેક અંશે કારભાર કરનાર મુત્સદ્દીઓનો નિયમ એવો છે કે, રાજાને હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાંતર છે તેને પિતાની સ્થિતિ સુધારવાને વસીલે જાણે તેનાથી વિરુદ્ધ કરે નહીં અને તે પ્રમાણે કરવામાં દીન અને દુખિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે.
આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ આ ફરમાન તેમને (પાછું) આપવું જોઈએ કે જેથી હંમેશાની તેમને માટે સનદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org