________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૧૯
ફરમાન થે
જૈનાચાર્યને જૈનતીર્થોનું દાન અકબર બાદશાહ લખે છે કે, મારા તાબાના માલવા, શાહજહાંનાબાદ, લાહેર, મુલતાન, અમદાવાદ, અજમેર, મેરઠ, ગૂજરાત, બંગાળ વગેરે મુલક તથા બીજા જે નવા તાબામાં આવે તે મુલકેના સૂબા કરોડપતિ અને જાગીરદારોને સૂચના કરવામાં આવે છે કે
શ્વેતાંબર જૈનાચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષે છે તેમના દર્શનથી મને ઘણે આનંદ થયે છે. તેમની માગણી છે કે, અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગજી, કેશરિયાનાથજી, આભૂજ, રાજગૃહીની પાંચ પડાડીઓ, સમેતશિખરજી વગેરે વેતાંબર તીર્થસ્થાને છે તેમાં તથા તેની આસપાસની ભૂમિકામાં કોઈ જીવની હિંસા થાય નહીં એ હુકમ કરવો જોઈએ. અમને આ માગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નક્કી થયું છે કે, આ સ્થાને રહેતાંબર જૈનેનાં છે. હું આ બધાં સ્થાને વેટ આ૦ હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે, તેઓ એ પવિત્ર સ્થાનમાં શાંતિથી પ્રભુની ઉપાસના કરે. આ સ્થાને શ્વેતાંબર સમાજનાં છે, તેમની માલિકીનાં છે. જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબરેને માટે અમર રહે. આ ફરમાનના અમલમાં કેઈએ દખલ કરવી નહીં. આ તીર્થોના પર્વતોની ઉપર, નીચે કે આસપાસ યાત્રાધામમાં કોઈએ કઈ જાતની જીવહિંસા કરવી નહીં. આ હુકમને પાકે અમલ કરે. કેઈએ ઊલટું વર્તવું નહીં. બીજી સનદ માગવી નહીં. જુલસી સન ૩૭ માહે ઉદી બહેરૂ મુતાબિક રવીઉલ અવલ, મિતિ ૭ મી.
નંધ:- આ ફરમાન અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. તેની લંબાઈ ૨ ફૂટ, પહોળાઈ ૧ ફૂટ અને ૫ ઈંચ છે. ધેળા કપડા ઉપર સોનેરી શાહીથી લખેલું છે. ઉપર ડાબી તરફ બાદશાહી મહોર લાગેલી છે. રાજકેટની રાજકુમાર કોલેજના “મુનશી મહમૂદ અબ્દુલ્લાએ ” તેને અંગ્રેજી અનુવાદ કર્યો છે.
( પ્રક. ૪૦, પૃ૦ ૪૮૬) બા, અકબરે આ૦ હીરવિજયસૂરિને જુલસી સન ૩૭, ઈલાહી સન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org