________________
૧૨૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ नया फरमान इनायत किया है । चाहिए कि जैसे लिख दिया गया है, वैसा ही इस आज्ञाका पालन किया जाय । इस विषयमें बहुत बड़ी कोशिश
और ताकीद समझ कर इसके नियमोंमें उलटफेर न होने दें। ता० ३१ खुरदाद इलाही । सन ४९ ॥
हज़रत बादशाहके पास रहनेवाले दौलतखांको हुक्म पहुंचानेसे उमदा अमीर और सहकारी राय मनोहरकी चौकी और ख्वाजा लालचंद के वाकिया ( समाचार ) लिखनेकी बारीमें लिखा गया ।
(–યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિશિષ્ટ ૧, પૃ. ૨૭૮ થી ૨૭૯) નોંધ:- બાદશાહ અકબરે આ જિનચંદ્રસૂરિને ઈલાહી સન ૪૯ના ત્રીજા મહિના ખુરદાદની તા. ૩૧મીએ આ અહિંસાનું ફરમાન આપ્યું હતું.
બાઅકબરે પહેલાં ઈલાહી સન ૩૭ અને વિ. સં. ૧૬૪૮માં ખરતરગચ્છના આ૦ જિનચંદ્રસૂરિને એક અહિંસાનું ફરમાન આપીને તેની પોતાના પ્રાંતો માટે જુદી જુદી નકલે કરાવી આપી હતી. (જુઓ ફરમાન નં. ૫) તેમાનું મુલતાન પ્રદેશનું ફરમાન ગૂમ થયું. આચાર્યશ્રીની વતી આ૦ જિનસિંહસૂરિએ તેના ગુમ થવાની ખબર પડી ત્યારે, બાદશાહ અકબર પાસે સુલતાન પ્રદેશ માટે તે જ જાતના બીજા ફરમાનની માગણી કરી હતી. આથી બાદશાહ અકબરે તેમને મુલતાન વગેરે પ્રદેશ માટે પહેલા ફરમાનની જેમ બીજું ફરમાન લખી આપ્યું.
આ જિનચંદ્રસૂરિ ઈલાહી સન ૩૭, ૩૮, ૩૯માં, ચૈત્રાદિ વિ. સં. ૧૬૪૯, ૧૬૫૦, ૧૬પ૧, ૧૬પરમાં આ પ્રદેશમાં વિચર્યા હતા. તે સંભવ છે કે, તેમણે આ ફરમાન ફરીવાર બીજે ત્રીજે વર્ષે અથવા ૧૦ વર્ષ પછી મેળવ્યું હેય.
બીજે વર્ષે મેળવ્યું હોય તે જુલસી સન ૩૯, ઈલાહી સન ૩૯ ત્રીજા મહિના ખરદાદની તા. ૩૧મી, હીજરી સન ૧૦૦૨ શાબાન મહિને, વિટ સં. ૧૬૪૯ (ચૈત્રાદિ વિ. સં. ૧૬૫૦)નો વૈશાખ મહિને અને ઈસ. ૧૫૫ના મે મહિનામાં મેળવ્યું હોય.
આ ફરમાનમાં અમુક બીજાં ફરમાનેની જેમ ૧૦ વર્ષનો ફરક લખાયે હોય અને કદાચ ૧૦ વર્ષ બાદ આ ફરમાન મેળવ્યું હોય તે આ ફરમાનની ઈલાહી સન ૪૯, હીજરી સન ૧૦૧૨, વિ. સં. ૧૬૬૦, ઈસ. ૧૬૦૪ એમ સાલવારી આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org