________________
૧૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પંસદ કરેલ ઊંચા દરજજાના ખાનના નમૂના સમાન મુબારિ જજુદ્દીન (ધર્મવીર) આઝમખાને બાદશાહી મહેરબાની અને બક્ષીસેના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું, જે જૂદી જૂદી રીતભાતવાળા, ભિન્ન ધર્મવાળા વિશેષ મતવાળા અને પંથવાળા, સલ્ય કે અસભ્ય, નાના કે મેટા, રાજા કે રંક અથવા દાના કે નાદાન, દુનિયાના દરેક દરજ્જા કે જાતના લેકે કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગા છે અને દુનિયાને પિદા કરનારે નિર્માણ કરેલ ભાગ્યને જાહેર થવાની અસલ જગા છે. તેમજ સુષ્ટિસંચાલક (ઈશ્વર)ની અજાયબીભરેલી અનામત છે. તેઓ પિતાપિતાના શ્રેષ્ઠ માર્ગમાં દઢ રહીને તથા તન અને મનનું સુખ ભેગવીને પ્રાર્થના અને નિત્ય ક્રિયાઓમાં તેમજ પોતાના દરેક હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી, શ્રેષ્ઠ બક્ષીસ કરનાર (ઈશ્વર) તરફથી અમને લાંબી ઉંમર મળે અને સારાં કામ કરવાની પ્રેરણું થાય એવી દુવા કરે. કારણકે માણસ જાતમાંથી એકને રાજાને દરજજે ઊંચે ચઢાવવામાં અને સરદારીને પહેરવેશ પહેરાવવામાં પૂરેપૂરું ડહાપણ એ છે કે, તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સંપૂર્ણ દયાને પ્રકાશ છે, તેને પિતાની નજર આગળ રાખી જે તે બધાની સાથે મિત્રતા મેળવી ન શકે તે ઓછામાં ઓછું બધાઓની સાથે સલાહસંપને પાયે નાખી પૂજવાલાયક જાતના (પરમેશ્વરના) બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે અને ઈશ્વરે પેદા કરેલી બધી વસ્તુઓ (બધાં પ્રાણીઓ) કે જે ઊંચા પાયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી, તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરિવાજો અમલમાં લાવવાને મદદ કરે, કે જેથી બળવાન નિર્બળ ઉપર જુલમ નહી ગુજારતાં દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય.
આ ઉપરથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ એવડા અને તેમના ધર્મને પાલનારા કે જેમણે અમારી હજુરમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org