________________
૧૦૨
જૈન પરંપરાનો ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ શા રતના સૂરા તથા તપગચ્છના કારખાનામાં (સને ૧૬૫૧) વિ. સં. ૧૭૦૭ ને કાર્તિક વદિ ૧૩ ને મંગળવારે ગારિયાધારના ઠા. કાંધાજી તથા તેના કુટુંબના ભાગીદારને શત્રુંજય તીર્થનું તથા જાત્રાળુઓનું રખેવું સંપ્યું હતું.
(-પ્રક. ૪૪, ગેહલ વંશ) શત્રુંજય ઈનામ :
ઇતિહાસ કહે છે કે શેઠ શાંતિદાસે સને ૧૬૫૭૫૮માં લૂંટારા કાનજી કેળીના બળવામાં અને રાજા જસવંત સાથેની ઉર્જન જીતવાની લડાઈમાં શાહજાદા મુરાદાબક્ષ અને શાહજાદા ઔરંગઝેબને લાખની રકમ આપી હતી. બાદ શાહજહાંને શાહજદે મુરાદબક્ષ (સને ૧૬૫૪ થી ૧૬૫૭) ગુજરાતને સૂબો હતો. તેણે બાદશાહની સમ્મતિ મેળવી (જુલસી સન ૩૦, મહેરમ ઉલહરામ મહિનાની તા. ૨૯ મી, હીજરી સન ૧૦૬૬, સને ૧૬૫૬ ) વિ. સં. ૧૭૧૩ના કાર્તિક મહિનામાં શુદિ ૧ ના રોજ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને “શત્રુંજયતીર્થને પહાડ” પાલીતાણા ઈનામમાં આપ્યાં હતાં અને તેનું ફરમાન લખી આપ્યું હતું.
( જુઓ, મેટ બ૦ ફ૦ નં૦ ૧૭ તથા
પ્રક૪૪, ગુજરાતના બાદશાહ, ગોહેલવંશ) શેઠ શાંતિદાસે તે પછી શત્રુંજય તીર્થને સંઘ કાઢી તેની યાત્રા કરી હતી અને તેની ચારે તરફ મેટ કિલ્લો પણ બનાવ્યું હતું તેમજ ભ૦ આદીશ્વરનું પરિકર બનાવી, તેમાં આ બાબતને લેખ લખાવ્યું હતું. (પ્રક. ૫૮, આ૦ રાજસાગર, નગરશેઠ વંશ.)
બાટ શાહજહાં વિ. સં. ૧૭૨૨ ના મહા વદિ ૧૩, તા. ૨૨-૧૧-૧૬૬૯ ના રોજ આગરામાં મરણ પામ્યું હતું. તેને તથા તેની બેગમ તાજબાનુને તાજમહેલમાં દફનાવવામાં આવ્યાં હતાં. તાજમહેલ એ આગરામાં દર્શનીય સ્થાન મનાય છે. - ભારતમાં બે કલાધામે પ્રસિદ્ધ છે – (૧) ગુજરાતના મહામાત્ય વિમલશાહે પત્ની શ્રીદેવીની પ્રેરણાથી આબૂ પહાડ ઉપર ધર્મભાવનાથી બનાવેલ વિમલવસહીનાં તથા મંત્રીધર વસ્તુપાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org