________________
૧૦૧
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ બાદશાહ ખજાનામાંથી રકમ ખરચી ચિંતામણિ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ પહેલાં હતો તેના જેવો જ ન તૈયાર કરાવી શેઠ શાંતિદાસ ઝવેરીને સે હતે.
બાટ શાહજહાં તેને શાહજાદાઓ અને સૂબાઓ, અમલદારે જ્યારે જ્યારે ખજાનામાં રકમ ન હોય અને આર્થિક મૂંઝવણ ઊભી થાય ત્યારે ત્યારે શેઠ શાંતિદાસ ઝવેરી પાસેથી રકમ લેતા હતા અને ખજાનામાં રકમ આવી જાય ત્યારે તેની રકમ પૂરેપૂરી પાછી આપતા હતા. અથવા રકમ આપવાને બદલે તેને બીજી રીતે બદલે આપતા હતા.
બાટ શાહજહાં શેઠ શાંતિદાસ પર બહુ પ્રસન્ન રહેતું હતું, તેમજ તેના જાનમાલ મિલકત, મકાન, જમીન, જાયદાદ, ધર્મસ્થાને, ધર્મમર્યાદા અને જ્ઞાતિમર્યાદા વગેરેના રક્ષણ માટે વિશેષ કાળજી રાખતો હતો અને કોઈ સૂબે કે અમલદાર કે વેપારી તેની રકમને દાબી બેસે નહીં તેની પૂરી તકેદારી રાખતા હતા. બાદશાહે આ માટે શેઠ શાંતિદાસને વિવિધ જાતનાં ફરમાનો આપ્યાં હતાં.
( મો. બા. ફર૦ નં૦ ૧૪ થી ૧૭ ) સૂબા મહમ્મદ શિકોહના સમયે શેઠ શાંતિદાસ ઝવેરી,
૧. તે પછી ફરી એક વાર એક મુસલમાન અમલદારે આ મંદિર તોડવાનો મનસૂબો કર્યો હતો. આથી શેઠ શાંતિદાસના વંશજ શેઠ વખતચંદે સરસપુરના જિનપ્રાસાદની સર્વ પ્રતિમાઓને સુરંગના રસ્તે રથમાં બેસાડી ઝવેરીવાડમાં લાવી, શેઠ ખુશાલચંદનો ભ૦ આદીશ્વરને જિનપ્રાસાદ, શેઠ વખતચંદને ભ૦ અજિતનાથનો જિનપ્રાસાદ, શેઠ શ્રીપાલ ઝવેરીનો જગવલ્લભ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ અને શેઠ સૂરજમલે ન બંધાવેલ ચિંતામણિ પાર્થ નાથ જિનપ્રાસાદમાં પધરાવી હતી.
( -જૂઓ પ્રક. ૫૯ ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદને ઈતિહાસ)
તે બીબીપુરનો જૂને જિનપ્રાસાદ સરસપુરમાં ખંડેરરૂપે ઊભો છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના દર્શન માટે હંમેશ માટે ઘણું ભાઈબહેન નિરંતર આવે છે. આ સ્થાન પ્રભાવશાળી મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org