________________
૯૮
જેન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ [ પ્રકરણ તથા તા. ૮-૮–૧૮૧૮ ના રોજ લખેલા પત્રો મળે છે.
(–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ૦ ૮૮ થી ૯૦ )
અંગ્રેજોએ અમદાવાદમાં સને ૧૬૩૮ પહેલાં પોતાની અંગ્રેજી. કેઠી બનાવી લીધી હતી.
(૪) બાજહાંગીરે સને ૧૬૨૧ ( વિસં. ૧૬૭૭)માં શાહીબાગ બંધાવ્યું હતું. A (૫) સં. ૧૬પપમાં અમદાવાદમાં બા૦ અકબરના સૂબા કાજી હુસેનના શાસનકાળમાં અમદાવાદમાં ઢીંગવાપાડા પાસેની જમીનમાંથી ભચિંતામણિ પાર્શ્વનાથની શ્યામરંગની ભવ્ય જિનપ્રતિમા નીકળી હતી.
જૈન સંઘે સં૦ ૧૬૫દમાં માગશર સુદિ ૫ ના રોજ અમદાવાદના સકંદરપુર પાસેના બીબીપુરમાં મોટો જિનપ્રાસાદ બંધાવી, તેમાં ભવ્ય વિજયસેનસૂરિના હાથે તે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
શેઠ શાંતિદાસ ઝવેરીએ તે સ્થાનને તીર્થધામ બનાવવા સં. ૧૬૭૯માં પોતાના મોટા ભાઈ વર્ધમાનની દેખરેખ નીચે મોટે જીર્ણોદ્ધાર શરૂ કર્યો. ૩ શિખર, ૩ ગભારા, ૬ મંડપ, ૩ શંગાર ચોકી બનાવી ચારે બાજુએ નાની નાની બાવન દેરીઓ બનાવી, તેને ફરતો મજબૂત કિલ્લો કરાવ્યો અને તેમાં તપાગચ્છના ભવ્ય વિજયદેવસૂરિના આજ્ઞાવર્તી ઉપાધ્યાય મહે. વિવેકહષ ગણિવર તથા મહામુક્તિસાગર ગણિવર (મહો. રાજસાગર ગણિવર )ના હાથે ભ૦ ચિતામણિ પાર્શ્વનાથ વગેરે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. શેઠે પિતે આ જિનપ્રાસાદથી પિતાની 'હવેલી સુધી આ પ્રતિમાઓને લઈ જઈ શકાય એવી મોટી સુરંગ બનાવી હતી. તેણે આ જીર્ણોદ્ધાર અને સુરંગમાં ૯ લાખ રૂપિયા ખરચ્યા હતા.
(-જૂઓ, પ્રક. ૫૮ નગરશેઠવંશ,
પ્રક. ૫૯ ચિંતામણિ પાર્શ્વજિનપ્રાસાદ.) બા, જહાંગીરે ગુજરાતમાં પોતાના તરફથી ૮ સૂબા મેકલ્યા હતા.
તેણે જ ગુ. આ. વિજયહીરસૂરિના શિષ્યોને વિવિધ ફરમાનો આપ્યાં હતાં ( ૦ બા૦ ફ૦ નં૦ ૯ થી ૧૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org