________________
૫૪
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રીતે જ એવી તે બેકાળજી રાખવામાં આવતાં કે તેમાંથી રોજ સંખ્યાબંધ મરી પણ જતાં “અલવરમાં એક સ્વવારે હુમાયુએ કે નિમિત્તે ભૈરવશાને પિતાની મહેર છાપ સેંપી. તુરત એ ઉદાર અને છાતીના મજબૂત શ્રાવકે તેને લાભ લઈને પાતશાહી ફરમાન લખી, ઉપર મહેર છાપ વગેરે તમામ યથાયોગ્ય સંપૂર્ણતા ઉપજાવીને તે ફરમાન પેલા જા મકીમના હાથમાં ધરી દીધું.” તે ફરમાન દેખાડયું ત્યાં હિરે, બેજ કીમ બેઠે છે જ્યાંહિ રે...૮ કરી તસલીમ ને ઊભો થાય છે, મસ્તક મૂકી હાથે સાય રે.. ઊભા રહીને વાંચે ત્યાંહિ રે, નામ હુમાયુનું લિખિયું માંહિ રે ૯ મકમ? કહ્યા તુમ મેરા કીજે રે, નવ લાખ બાંદ ભૈરવકું દીજે રે.... અજર મત કરે તુમ ઇસ ઠોર રે, દીઠો ઉપર અજમુખી મહોર રે.૧૦ મકીમ મુકે ભૈરવને આલે રે, તિહાં વાણીયે જીવ ચલાવે રે....... કાઢયાં બદ તિહાં સૌ રાતિ રે, જાઓ જાતાં ન રહિ વાંટિ રે....૧૧ ઘેટિક પંચસે ઘરથી આયા રે, અલ્યા તેહને કરમી જાણ્યા રે... મુકી નારીઓ બંધન કાપી રે, વચ્ચે બાંધી મેહરે તે આપી રે...૧૨
(વિજયહીરસૂરિરાસ આ૦ ૫ પૃ. ૨૨૭ થી ૨૮૦) બસ, હુમાયુ સુધીના મુસ્લિમ સમયની એક સિહા રેખા જઈ લીધી. હવે હુમાયુ પછીના મુઘલ સમયની ઉજજવલ બાજુ જોઈએ. અને તેમ કરવા માટે આપણે મૂલ વિષયને પાછા વળગીએ. ઋષભ ગૃહસ્થ રહીને પણ કવિ થવા પામ્યા. તેનું બીજું કારણ સમજવા પ્રયત્ન કરીએ. હિંદના ઇતિહાસમાં અને આખી દુનિયાના રાજાઓના વર્ગમાં અકબરનું સ્થાન કેટલું તે ઉંચું છે. તેની નિર્મલ બુદ્ધિના ઈતિહાસકેએ પણ હજી યથાયોગ્ય તુલના કરી નથી. સદ્ગત વિન્સસેન્ટ મિથ, મેરલાન્ડ આદિ આ ઝમાનાના ઈતિહાસકોની શેાધકવૃત્તિએ હવે અકબરના સમયની એટલી તે વિગતો નવેસરથી ભેગી કરી ગઠવીને નવા પ્રકાશમાં આણુ છે કે આપણે હવે એ મહાનુભાવને દુનિયાના મેટામાં મોટા રાજાને ટક્કર મારે એ પ્રભાવ જોઈ શકીએ એમ છે. અહીં આ વિષય ઉપર લંબાણ છેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org