________________
ચુંમાલીસમું ] તપાવી હીરલા આ ચંદ્રસૂરિ
૮૭ હજુરીઆઓની છેલ્લી ચળવળ જાણવા માટે ત્યાં આવીને ગુપચૂપ બેસી ગયે હતો. તે પિતાના દિલની વિશાળતા અને તેના પ્રત્યેના વાત્સલ્યથી એકદમ ઊઠીને પિતાના ચરણમાં માથું મૂકી મૂકી પડો. બાદશાહ અકબરે તેને સૌની હાજરીમાં ત્યાં તે જ અવસરે પિતાને રાજપોશાક, મુકુટ અને તરવાર આપ્યાં.
બાદશાહ અકબર તા. ૧પ-૧૦-૧૬૦૫, સં. ૧૬ દરના કાર્તિક સુદિ ૧૪ ને મંગળવારની રાતે ૧૪ ઘડી ગયા બાદ આગરામાં મરણ પામ્યું, ત્યારથી જહાંગીર દિલ્હીને બાદબાહ બ. સ્વભાવ :
બાદશાહ જહાંગીર ઉતાવળિયા સ્વભાવને, દયાળુ, કૃતજ્ઞ, લેકપ્રેમી અને ન્યાયી રાજવી હતા. પણ તે પિતાના હુકમનો અમલ કરાવવા સખ્તાઈથી કામ લેતો હતો. આ વિશે તેના વિવિધ જીવન પ્રસંગે જાણવા મળે છે. તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે – ભવિષ્યવાણી –
૧. જહાંગીર દિલ્હીને બાદશાહ બન્યો પરંતુ તેના ભાઈએ અને તેને પુત્ર ખુશરૂ વગેરે તેને વિરોધ કરવા લાગ્યા.
ખરતરગચ્છના ભટ્ટારક આ૦ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૦)ના શિષ્ય ઉ૦ માનસિંહગણિ જે ભ૦ જિનસિંહસૂરિ (સં. ૧૬૪૯થી ૧૬૭૪)ના નામથી પ્રસિદ્ધ થયા, તેમણે ભવિષ્ય વાણી ભાખી કે
“બાદશાહ અકબરના મરણ બાદ શાહજાદો ખુશરૂ બાદશાહ બનશે.”
(૧) બિકાનેરના રાજા રાયકલ્યાણ (સં. ૧પ૩પ થી ૧૫૯૮), તેને પુત્ર રાજા રાયસિંહ (સં. ૧૫૯૮ થી ૧૬૧૮) થયું હતું, તેને માટે પુત્ર દલપત (સં. ૧૬૬૧ થી ૧૯૬૮), અને બીજો પુત્ર રાજા સુરસિહ (સં. ૧૬૫૧ થી ૧૬૭૦), વગેરે તથા બિકાનેરને મંત્રી કર્મચંદ્ર બછાવત તે સૌએ “ઉપાઠ માનસિંહગણિની ભવિષ્યવાણી સાચી માનીને ” બાદશાહ જહાંગીરના વિરોધમાં બળ જગાવ્યો પરંતુ બા. જહાંગીરે સં. ૧૬૬૪માં પંજાબના જડિયાલામાં ખુશરૂને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org