________________
૮૬ જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જહાંગીર શેખુજી, શેખ સલીમ અને સલીમ એવાં નામો પણ મળે છે. આ બધાયે શાહજાદાઓ “અકબરના મરણ પછી પિતાને દિલ્હીની ગાદી મળે” એવા પ્રયત્નમાં હતા. આ કારણે એ સૌએ અકબરની સામે ઠંડો વિરોધ જાહેર કર્યો હતો. બાદશાહ અકબર આ વાત જાણતા હતા. પણ તે પુત્રવાત્સલ્યના કારણે લાચાર હતે. - શાહજાદા જહાંગીરે તો ખુલ્લંખુલ્લા બળ કરીને અલ્હાબાદને પિતાના કબજે લીધું હતું અને આગરાને કબજો મેળવવાના એના પ્રયાસ ચાલુ હતા.
તેણે પિતાના નામના સિક્કા પણ પડાવી લીધા. જહાંગીરને એ ભય હતા. કે, “પિતાજી મને દિલ્હીનું રાજ્ય નહીં જ આપે.” જે કે ત્રણ શાહજાદાઓમાં તે જ સચ્ચરિત્ર હતો. તેને “હિંદુ બેગમ” હતી તેનાથી તેને ખુશરૂ નામે પુત્ર થયે હતે. ખુશરૂ અજીજ કેકાને જમાઈ હતો. અજીજકેકા અને રાજા માનસિંહ “અકબરના મરણ પછી ખુશરૂને દિલ્હીની ગાદી મળે” એવી તરફેણ કરતા હતા. પરંતુ જગગુરુ આ૦ હીરવિજયસૂરિના શ્રમણ પરિવારના મહેક શાંતિચંદ્રગણિએ બાદશાહ અકબરને સ્પષ્ટ જણાવી દીધું હતું કે–
शेखूजी-पहाडी दानीआरा भवन्त्यमी ।
૩માયુધમત્ત: શાહિબા મૂર્તિ રૂવેરિતુ છે ? त्रिष्वपि प्रकृतिबन्धुरबन्धु
वग्रजोऽस्य नृपतेः पदयोग्यः । चन्द्रदीपदिनपत्रिकमध्ये भानुरेव भुवनेऽधिकतेजाः ॥ १२० ॥
(-કૃપારકોશ) બાદશાહ અકબર “જહાંગીરને દિલ્હીનું રાજ્ય દેવાને ઇચ્છતો જ નહેાતે” પરંતુ ઉચ્ચ અધિકારી મુસલમાનોની સલાહથી તેણે શાહજાદા જહાંગીરને જ છેલ્લે દિવસે પિતાની ગાદીના વારસદાર તરીકે જાહેર કર્યો, ત્યારે જહાંગીર એ ટોળીમાં બાદશાહ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org