________________
૯૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અને એક ખૂબસુરત કન્યા પરણાવી દઈશું.” - પં. સિદ્ધિચંદ્રજીએ તેમને આકરે જવાબ આપે કે, “મને કઈ દુનિયાભરનું રાજ્ય આપે છે તે ન જોઈએ. મને જગદ્ગુરુએ જે સાધુવેશ આપે છે તેમાં જ સાચી બાદશાહત સમાયેલી છે.”
આવો જવાબ સાંભળી બાદશાહે જીદ્દમાં આવીને હૂકમ કર્યો કે, “તમે મારી વાતને સ્વીકાર કરો અથવા મારું રાજ્ય છોડી બહાર ચાલ્યા જાઓ.”
પં. સિદ્ધિચંદ્રજી આ હુકમ સાંભળી ત્યાંથી નીકળી સં. ૧૬૭રમાં માલપુરા ચાલ્યા ગયા અને ત્યાં ચોમાસુ રહ્યા પરંતુ
જ્યારે બાદશાહ જહાંગીરને જણાવ્યું કે, “ મેં પ૦ સિદ્ધિચંદ્રને ગુરુથી જુદા પાડી મહેર ભાનચંદજી અને ૫૦ સિદ્ધિચંદ્રજી બંનેને દુઃખી કર્યા છે,” તે તેમને પાછા અહીં બેલાવી લેવા જોઈએ. બાદશાહે પં. સિદ્ધિચંદ્રને માલપુરાથી આગરા પાછા બોલાવ્યા. તેમને જોઈ બાદશાહ જહાંગીર અને બેગમ નૂરજહાં ઘણું ખુશ થયાં અને પહેલાંની જેમ તેમની પાસે ઉપદેશ સાંભળવા લાગ્યા. પં. સિદ્ધિચંદ્ર પિતાની વારંવત્ત-વૃત્તિમાં આ બાબતને ઉલ્લેખ કર્યો છે. આ ઘટના પછી બાદશાહ જહાંગીરે “જેન તિઓને આગરા પ્રદેશની બહાર જવા જે જે હુકમ કરેલા તે હુકમે પાછા ખેંચી લીધા. જિનપ્રતિમાલેખ –
(૩) ત્રીજો પ્રસંગ આ પ્રકારે હતે –
અંચલગચ્છના ભટ્ટાર કલ્યાણસાગરસૂરિની અધ્યક્ષતામાં સં. ૧૬૭૧ના વે. શુ. ૩ ને જ આગરામાં જિનપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય હતો. તેમાં તેમણે ૪૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિમાઓની ગાદીમાં “બાદશાહ જહાંગીરનું નામ” કેતરાવ્યું હતું. બાદશાહ જહાંગીર પ્રતિમાઓની નીચે પિતાનું નામ દાખલ થયેલું જાણીને ગુસ્સે થયે. તે પોતે જોવા આવ્યા પરંતુ તે સ્થળે ભવ પાર નાથની પ્રતિમામાં નાગફણાની ઉપર ઊંચે પિતાનું નામ જોઈ તે શાંત થઈ ગયે અને આચાર્યશ્રીની પ્રભાવક મુદ્રા જોઈ ખુશી થયો. છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org