________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૮૩
બાદશાહે પ્રજાહિત માટે ઉપર દર્શાવેલા પ્રતિબંધ ઉપરાંત બાલવિવાહ, પુનર્વિવાહ, કમેળવિવાહ અને સતીદાહ વગેરેને પણ નિષેધ કર્યો હતે.
તે પ્રજાના હિત અને સુખ માટે દરેક જાતના જરૂરી ઉપાય લેતે હતે. તે પિતાની આજ્ઞામાં આવેલા રાજા, નવાબ, જમીનદાર, ખેડૂત અને પ્રજાની સાથે મીઠે વર્તાવ રાખતો હતો. તેની આજ્ઞામાં આવેલા સૌ કોઈ તેની આજ્ઞા બહાર જવાનું પસંદ કરતા નહોતા. તે હિંદુ, બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ, મુસલમાન, પારસી વગેરે સૌને કોઈ જાતને ભેદભાવ રાખ્યા વગર એક સરખા માનતે હતે. તેણે પિતાના તહેવારોમાં પારસીઓના તહેવારને પણ દાખલ કર્યા હતા. નવરોજના દિવસેમાં સ્ત્રીઓને બજાર–મેળે ભરતે હતે. જે પારસી તહેવાર હતે.
તેણે આગરાના રેશનમહેલામાં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય બનાવવાની આજ્ઞા આપી હતી, અને તેના ખરચ માટેની રકમની પણ પાકી વ્યવસ્થા કરી હતી. સાથીદારે –
તેના પક્ષમાં રાજા ભગવાનદાસ, રાજા માનસિંહ, ટોડરમલ બ્રહ્મભટ્ટ, રાજા બિરબલ વગેરે હિંદુઓ અને મુસલમાને મોટા મોટા યુદ્ધવીરે હતા, જે તે સમયના મહાપુરુષ હતા.
બાદશાહ અકબરની ભાવના હતી કે, “હું ભારતને મોટે બાદશાહ બનું.” પરિણામે સૌ રાજાએ તેની આજ્ઞામાં આવ્યા હતા. માત્ર રાણે પ્રતાપ, તેની આજ્ઞામાં આવ્યો નહોતે. વિ.સં. ૧૬પર (સને ૧૬૯૫) સુધીમાં ભારતના બહુ મોટા પ્રદેશનો રાજા બની ગયે હતો. બાદશાહના ઘણા મોટા સાથીદારે સને ૧૬૦૨ સુધીમાં મરી પરવાર્યા હતા. એ બાબતનું બાદશાહને ભારે દુઃખ હતું. પણ તેને પિતાના શાહજાદાઓને ઠંડો વિરોધ બહુ સાલતો હતે.
જનતા બાદશાહ અકબરને દેવાંશી પુરુષ માનતી હતી. બાદશાહ અંગે ચમત્કારની વિવિધ વાતો પણ ચાલતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org