________________ 38 જ્ઞાનમંજરી ચઢનાર અવશ્ય પડે છે. એ પ્રકારે પ્રથમ સ્થાનથી અનુક્રમે સંયમના ક્ષપશમવાળે પિતાના ચારિત્ર પર્યાયની નિર્મળતાથી ચારિત્રસુખસ્વરૂપ પામે છે તે વિષે શ્રી ભગવતીમાં (ઉપરની ટીકામાં જણાવ્યા પ્રમાણે) જણાવ્યું છે. એક વર્ષથી અધિક પર્યાયવાળાને જે સુખ કહ્યું છે તે વિશેષ પ્રકારના શ્રમણ નિગ્રંથને આશ્રયે કહ્યું છે. સર્વ મુનિ એવા હેતા નથી. સંયમશ્રેણીનાં સંયમસ્થાનમાંનાં માસ આદિ પર્યાયના સંયમ ભાવ વડે ઉલ્લંઘવાથી તે પ્રયાણનાં સંયમસ્થાનને ઉલ્લંઘનાર મુનિ સમજવા. અહીં પરંપરા સંપ્રદાય આમ છે:--જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીનાં અસંખ્યય લેકાકાશ પ્રમાણ સંયમ સ્થાનમાં રહેલા કમ–અકમવર્તી નિગ્રંથમાં માસથી બાર માસ પર્યંતના સંયમ પ્રમાણે સંયમ સ્થાને ઓળંગતાં ઉપરના સ્થાનમાં આવેલા સાધુ આવું દેવતાતુલ્ય સુખ વટાવી જાય છે એમ જાણવું (માસાવિષય વૃદ્ધયા ... આદિને અર્થ ઉપરની ટીકામાં આવી ગયું છે) આમ આત્મજ્ઞાનમાં મગ્ન રહેનારને આત્મસુખની વૃદ્ધિ થાય છે. 5 ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैव शक्यते / . नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः // 6 // ભાષાર્થ:--જ્ઞાનમાં જે મગ્ન છે તેને જે સુખ છે તે કહી ન જ શકાય. સ્ત્રીના આલિંગનથી થતા સુખની કે બાવન ચંદનને વિલેપનથી થતા સુખની સરખામણીથી જ્ઞાનમાં મગ્ન રહેનારનું સુખ સમજાવી શકાય નહીં. તેથી ચઢિયાતી બીજી તે કઈ ઉપમા સંસારમાં નથી.