________________ ૩ર૪ જ્ઞાનમંજરી આવા ઉદયમાં પણ નિગ્રંથ મુનિઓ નિર્ભય કેવી રીતે રહે છે? તે વિષે દર્શાવતાં કહે છે - विषं विषस्य वढेच वह्निरेव यदौषधम् / तत् सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः // 7 // ભાષાર્થ - વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ જ જે કરાવે છે તે ઠીક (સત્ય) છે, કારણકે સંસારથી ભય પામેલાને ઉપસર્ગ આવ્યા છતાં પણ ભય થતો નથી. (સંસારથી ત્રાસેલાને સંસારમાં ખેંચી જનાર ઉપસર્ગો, વિડ્યો સંસાર નાશ કરવાને પુરુષાર્થ પ્રેરી સંસારરેગને ક્ષય કરે છે.) અનુવાદ :-- વિષ વિષનું ઔષધ વળી, અગ્નિ અગ્નિનું જેમ, ભવભીસે મુનિ ના ડરે, અતિ ઉપસર્ગ તેમ. 7 જ્ઞાનમંજરી:– કોઈ વિષથી પીડાતે વિષનું ઔષધ વિષ જ કરે છે સાપ જેને કરડ્યો હોય તેને લીમડો ચરાવે છે અથવા કેઈ અગ્નિથી દાઝળ્યો હોય તે (આંગળી દાઝી હોય તે તે મુખમાં ઘાલે છે), બળતરા મટાડવા ગરમી સ્વીકારે છે (શેક કરે છે), તે ઠીક છે, કારણ કે ભવથી ડરતા મુનિને ઉપસર્ગને પણ ભય લાગતું નથી. કર્મ ખપાવવા તૈયાર થયેલાને ‘ઉપસર્ગમાં ઘણું કર્મ ખપી જાય છે એવી માન્યતાવાળે સાધુ ડરતે નથી, કર્મ જાય છે એમ જાણે છે, કારણ કે જે કાર્ય સાધવું છે તે સધાય છે. 7 स्थैर्य भवभयादेव, व्यवहारे मुनित्रजेत् / स्वात्मारामसमाधौ तु तदप्यंतनिमज्जति // 8 //