________________ ર૫ પરિગ્રહ-અષ્ટક न परावर्तते राशेर्वक्रतां जातु नोन्झति। परिग्रहग्रहः कोऽयं ? विडंबितजगत्त्रयः // 1 // - ભાષાર્થ –-કદી જે રાશિના વક્રપણાને તો નથી અને ત્રણે જગતને જે નડે છે એ આ પરિગ્રહરૂપી ગ્રહ કર્યો છે? સર્વ ગ્રહથી એ ગ્રહ બળિયે છે. એને ચાર (માર્ગ, ગતિ) કેઈએ જાણ્યું નથી. અનુવાદ - પરિગ્રહ-ગ્રહ એ નવે, નહિ રાશિ પલટાય; ત્રણ જગને પીડે પૂર, વક સ્વભાવ સદાય. 1 જ્ઞાનમંજરી –પરિગ્રહરૂપી ગ્રહ (રાહુ) વડે જેનું ગ્રહણ થયું છે અને અનેક સામગ્રીઓનું ઉપાર્જન, સંરક્ષણ અને સંતાડવાની ચિંતાથી જે મૂંઝાઈ રહ્યો છે તેનું શાસ્ત્રજ્ઞાન સમ્યક્ પ્રકારે થતું નથી. માટે પરિગ્રહના ત્યાગને ઉપદેશ કરે છે. gfર = તરફથી, અને ર = ગ્રહણરૂપ; તે પરિગ્રહ. દ્રવ્યથી ધન, ધાન્ય આદિ, અને ભાવથી પરવસ્તુની ઈચ્છારૂપ આશંસાઆશારૂપ પરિણામ; ત્યાં સ્વપર્યાયના સ્વામીપણુરૂપ પરિણતિવાળો આત્મા છે તેના સ્વપર્યાય ઉપર આવરણ આવવાથી તેના અભાવને લીધે અશુદ્ધ બળ–વીર્યેથી ગ્રહણ કરેલા શુભ કર્મના ઉદયમાં કે તેનાં કારણે રૂપ પ્રશસ્ત(રૂડા) પરિણમેમાં મમકારના સ્વીકાર અને સંરક્ષણરૂપ પરિણતિવાળી ચેતનાદિની પ્રવૃત્તિ તે પરિગ્રહ છે; તે આત્માના સ્વરૂપના જ્ઞાન અને રમણતાના અનુભવની ઘાત કરવા સમાન છે. તેથી જ પરિ