________________ 25 પરિગ્રહ-અષ્ટક 349 - જ્ઞાનમંજરી –-ચેતના-પરિણતિ પરિગ્રહની લાલસામાં મગ્ન હોય તે ઉપરની નિતા(સાધુપણું) વ્યર્થ છે, નિષ્ફળ છે, જેમ કે માત્ર કાંચળી તજવાથી સાપ નિર્વિષ થતું નથી. અંતરના મમત્વના ત્યાગથી ત્યાગી થવાય છે. 4 त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः / पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा // 5 // ભાષાર્થ - સાધુને પરિગ્રહ છોડતાં સઘળું પાપ ચાલ્યું જાય છે, જેમકે પાળ તૂટતાં ક્ષણ એકમાં સરેવરનું સઘળું પાણી વહી જાય છે. અનુવાદ :- સાધુ પરિગ્રહ જે તજે, સર્વ પાપ ક્ષય થાય, પાળ તળાવનો જે તૂટે, તે નર સૌ વહ જાય. 5 જ્ઞાનમંજરી ––સાધુને પરિગ્રહ તજતાં કર્મસમૂહ સર્વ જાય. દૃષ્ટાંત કહે છે સરેવરનું પાણી પાળ તૂટતાં ક્ષણમાં ક્ષય થાય છે માટે સામાન્ય પરિણતિની અપેક્ષાએ લેભ-પરિત્યાગથી અનુક્રમે કર્મને અભાવ થાય છે. 5 त्यक्तपुत्रकलत्रस्य, मूर्छामुक्तस्य योगिनः / चिन्मात्रप्रतिबद्धस्य, का पुद्गल नियन्त्रणा // 6 // ભાષાર્થ:–પુત્ર, સ્ત્રી આદિ સર્વ બંધન જેણે છોડ્યાં છે અને મૂછથી (મેહથી) જે મુક્ત છે, તથા જ્ઞાન માત્રને વિષે આસક્તિ જેને છે એવા ગીને પુગલની બાંધણી કેવી? અનુવાદ:-- સ્ત્રી, સંતાન તજી રહે, નિર્મોહી મુનિરાય, જ્ઞાનમાત્રમાં રક્ત તે, નહિ કમેં લેપાય. 6