________________ 26 અનુભવ-અષ્ટક सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् / बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः // 1 // ભાષાર્થ:–દિવસ અને રાત્રિથી સંધ્યા (સંધિ–કાળ) જુદી છે તેમ અનુભવને કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન પંડિતોએ દીઠો છે. કે? કેવળજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદયરૂપ એટલે મતિશ્રતના ઉત્તર ભાવી (તેને ઓળગી આગળ ગયેલ) અને કેવળથી દૂર નહીં એવા પૂર્વભાવી (કેવળજ્ઞાન થતા પહેલાંના) પ્રકાશને અનુભવ કહે છે તેનું બીજું નામ પ્રતિભા છે. અનુવાદ :સંધ્યા સમ અનુભવ કહ્યો, નહીં દિન, નહિ રાત; નહિ કેવળ, નહિ શ્રત પણ, કેવળ-રવિ-પ્રભાત. 1 જ્ઞાનમંજરી:-- શ્રત(શાસ્ત્ર)અભ્યાસ અને પરિગ્રહને ત્યાગ આદિ પણ અનુભવવંતને મેક્ષના ઉપાયરૂપ બને છે, અનુભવ રહિતને મોક્ષ સાધક નથી; તે પ્રતિપાદન કરવા અનુભવ-અષ્ટક લખે છે. અનુભવ રહિત જ્ઞાન પાણી જેવું છે; અનુભવીનું જ્ઞાન અનુભવ યુક્ત (પ્રમાણભૂત) છે. તે પ્રમાણે અનુગ દ્વારમાં જણાવ્યું છે "वायणा पुच्छणा परियट्टणा धम्मकहा सरअक्खर वंजणसुद्धा अणुप्पेहारहियस्स दव्वसुयं, अणुप्पेहा भावसुर्य'