________________ 31 તપ-અષ્ટક 403 થાય છે, ઉપવાસમાં તેને અભાવ હોવાથી અશુભ નવાં કર્મ બંધાતાં નથી તેથી આ જીવને શાતાના ઉદયમાં સરગવાનું કારણ હોવાથી ઈષ્ટ સંગમાં એકતા, અનાદિ સહજ પરિણામને લઈને થઈ જાય છે. આતાપન આદિ તપમાં કર્મના ફળમાં ઉપગ હોવાથી, તેવા પરિણમનને લીધે અસંગતાનું કારણ ત્યાગ જ સાધનનું મૂળ બને છે. અને તે વિષે ભરત આદિનાં દૃષ્ટાંત છે, વળી અલ્પ કાળની સાધનાથી તે સિદ્ધિ પામ્યા છે. પરંતુ શાતાદિમાં લાંબા કાળ સુધી સાધના કરનાર તે દશા પામ્યા નથી. શુભ સંગમાં અવ્યાપક (સંકુચિત) પરિણામ રહે છે. વિશેષ આવશ્યકમાં કહ્યું છે? रतिक्षमत्वात् कल्पानां तेनातापनादिकरणमुचितं मुनीनाम् / નિક્ષેપ અને નયની વ્યાખ્યા –નામ તપ અને સ્થાપના તપ સુગમ છે; દ્રવ્ય તપ, આહારત્યાગ આદિ અને ભાવ તપ, આત્મસ્વરૂપમાં એકાગ્રતારૂપ છે. અહીં દ્રવ્ય પૂર્વક ભાવતપનું ગ્રહણ છે - પંડિતે આત્મપ્રદેશે વળગેલાં કર્મોને તપાવનાર તીણ જ્ઞાનને જ તપ કહે છે. તે તપ અંતરંગ પ્રાયશ્ચિત્તાદિ ઈષ્ટ ગયું છે, બાહ્ય તપ અનશન આદિક આત્યંતર તપની વૃદ્ધિનું કારણ છે, દ્રવ્ય નિક્ષેપ કારણરૂપ છે, દ્રવ્ય તપથી પણ ભાવ તપનું કારણ બને છે તેથી તે ઈષ્ટ છે. 1 आनुस्रोतसिकी वृत्तिर्वालानां सुखशीलता / / प्रातिस्रोत सिकी वृत्ति निनां परमं तपः // 2 // ભાષાર્થ - અજ્ઞાનીની સંસાર પ્રવાહ પાછળ ચાલી આવી (નળ દ્ધ ટ્રોવામિ ઈત્યાદિ લક્ષણ) પ્રવૃત્તિ તે