________________ 414 જ્ઞાનમંજરી અષ્ટકની વ્યાખ્યા કરી છે. અને તે વ્યાખ્યાનમાં સાધન સ્વરૂપ પણ જણાવ્યું છે. હવે અનેક નય સ્વરૂપ જૈનમાર્ગમાં સર્વનામાં એકાંતતારૂપ પક્ષપાતના ત્યાગથી રાગ-દ્વેષના અભાવરૂપ સમભાવ પરિણામ, એટલે પિતાપિતાના સ્થાને સાધનરૂપ વિજ્ઞાનમાં રમણતાને અધ્યવસાય કર્તવ્ય છે. એકાંત પકડ થવી એ જ મિથ્યાત્વ છે. સર્વત્ર સાપેક્ષતા તે સમ્યક્ દર્શન છે. અને તે યથાર્થ ઉપગવાળા અને યથાર્થ પ્રવૃત્તિવાળાને હોય છે. તેથી એકાંત આગ્રહના ત્યાગ સહિત સર્વ અને આશ્રય કરવા વિષે પરમ રહસ્યના જ્ઞાતા શ્રીમદ્દ યશેવિય ઉપાધ્યાયે બત્રીસમા અષ્ટકને ઉપદેશ કર્યો છે. અરે! બાહ્ય પદ્ધતિથી ધર્મ થતું નથી, તે તે નિમિત્ત કારણરૂપ છે. શ્રી પંચમ અંગ (શ્રી ભગવતીસૂત્ર) માં પ્રાણાતિપાત સંવર આદિ સર્વે અમૂતે જીવસ્વરૂપ કહ્યા છે, કારણ કે જેમણે જીવ સ્વભાવરૂપ શુદ્ધ નિર્વિકલ્પ રત્નત્રયી લક્ષણ ધર્મની પ્રતીતિ કરી છે તે જ સમ્યફદૃષ્ટિ છે. કુશ કે કાશ (તરણ)ના અવલંબનથી સમુદ્ર તરી શકાતું નથી. વળી હરિભદ્ર પૂજ્ય કહ્યું છે કે - "आयप्पभवं धम्म आत्तियं अप्पण) सरूवं च / दसणणाणचरित्ते गत्तं जीवस्स परिणामम् // " ભાવાર્થ-આત્માથી ઉત્પન્ન થતે ધર્મ રત્નત્રયરૂપ આત્માનું સ્વરૂપ છે, દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા તે જીવનાં પરિણામ છે. ' હે ભવ્ય! તારા હિતની વાત કહીએ છીએ: સર્વ શાસ્ત્રોમાં આત્માની શુદ્ધ પરિણતિને જ ધર્મ કહ્યો છે. નિમિત્તને લઈને ઉપાદાન પ્રગટ થવાનું કારણ બને છે તેથી