________________ 446 જ્ઞાનમંજરી आतन्वाना भारती भारतीतस्तुल्यावेशा संस्कृते प्राकृते वा / शुक्तिसूक्तियुक्तिमुक्ताफलानां भाषाभेदो नैव खेदोन्मुखःस्यात् // 3 // ભાષાર્થ - એક ભાષા ઉપરથી બીજી ભાષામાં સરખે સરખો ભાવ લાવતાં ભલે સંસ્કૃત હોય કે પ્રાકૃત હોય તે પણ ભેદ પડતું નથી; (એક બીબા ઉપરથી અનેક આકાર તેવા જ થાય છે તેમ) છીપ રૂપી સુવાક્યોમાં યુક્તિ (અનુમાન આદિ)રૂપ મોતી તેનાં તે જ છે, માત્ર ભાષા ભેદ છે તેથી ખેદ પામવા ગ્ય નથી. 3 અનુવાદ :ગીર્વાણ–વાણી ગુર્જરી રૃપ વેષમાં સમતા ધરે, સુવાકય-છીપ વિષે રહેલાં યુક્તિ-મોતી નહિ ફરે. 3 सूरजीतनयशांति-दास-हृन्मोदकारणविनोदतः कृतः / आत्मबोधधृतविश्रमः श्रमः श्रीयशोविजयवाचकैरयम् // 4 // ભાષાર્થ –સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદ (વિશેષ આનંદ) થવા માટે શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયે આત્મજ્ઞાનમાં વિસામો માની આ વિનેદપૂર્વક શ્રમ (બાલધ ટીકા લખવાને પરિશ્રમ) ઉઠાવ્યો છે. અનુવાદ :- સૂરજીને પુત્ર શાંતિદાસ, તેના હદયનાઆનંદ કાજે, આત્મબોધે ચિત્ત થાક જણાય ના વાચકશ્રી જશવિજયની વિનેદરૃપ રચના બની; એ પ્રેમ-શ્રમ પૂરે થયે, કરુણ ગણું પ્રભુજી તણી. 4 ઇતિ શ્રી જ્ઞાનસાર ગ્રન્થટબાર્થ સંપૂર્ણ